પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨ : કાંચન અને ગેરુ
 


'તેથી તો તારી રકમ બાકી રહી ગઈ છે.' મેં તેને પાસે પડેલી ખુરશી ઉપર બેસાડતાં કહ્યું,

'રકમ બાકી ? તાવ સાથે તારું ભાન પણ ગયું લાગે છે ! આ રહી તારી રકમ; હું પાછી આપવા આવ્યો છું. ક્લબમાં હો હો થઈ ગઈ છે જરા નશામાં આપણે હોડ બકી ગયા; પણ આવડી મોટી રકમ તે મોકલાય ! ક્લબનો કાયદો પણ મના કરે છે.'

'તને પહોંચી ગઈ એ રકમ? હવે પાછી ન લેવાય,’ મેં કહ્યું તો ખરું, પરંતુ હું યે ચમકી ગયો.

કોણે એ રકમ મોકલી હશે? મુનીમે ? સુશીલાએ ? ક્યાંથી એમને ખબર પડી ? કેવી રીતે મોકલાવી ?

'પાછી શું ન લેવાય ! મારી આબરૂના કાંકરા થઈ જાય. મારે અને તારે ક્લબ છોડવી પડે !'

'અત્યારે એ વાત જ નહિ. કાલે મને જરા ઠીક થાય એટલે આવજે. તું ન લે તો મારે એ રકમ દાનમાં કાઢવી પડશે. હું જરા વિચારી લઉં.' કહી મેં તત્કાળ મિત્રને વિદાય આપી પરંતુ મારું મન મને કોરવા લાગ્યું. વર્ષ બે વર્ષથી નિષ્ઠુર બનતો જતો મુનીમ આટલી ભારે રકમ લાવી આપે ખરો? મુનીમ ન લાવ્યો હોય તો સુશીલા આટલી ભારે રકમ ક્યાંથી લાવી? હું ગણકારતો ન હતો છતાં જાણો તો હતો જ કે આવી ભારે રકમની સગવડ એકાએક થવી મુશ્કેલ હતી. સુશીલાને કોણે એ રકમ આપી હશે ?

અને..અને... સુશીલાને એ રકમ આપનાર કોણ? આ શાંત સૌમ્ય, આજ્ઞાધારી દેખાતી સ્ત્રીનું કાંઈ બીજુ ચરિત્ર છે કે શું ?

હું મારું પુરુષચરિત્ર ભૂલી ગયો, પરંતુ મારી સ્ત્રીનું ચરિત્ર મને ચમકાવી રહ્યું. મને મારી પત્ની ગમતી ન હતી એ સાચું; છતાં અણગમતી પત્ની પણ મારી જ પત્ની હતી ને? મને મૂકી એ બીજા કોઈનો પણ વિચાર કરતી હોય એ મારાથી સહન થાય ખરું ? સુશીલાની શાંતિમાં, સુશીલાના માર્દવમાં, સુશીલાના આજ્ઞા