પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮ : કાંચન અને ગેરુ
 

આંગણાં સરખાં લાગતાં. ત્યાંના વિશિષ્ટ આનંદ અને વિશિષ્ટ ધંધાનો લાભ એકસામટો મેળવવા તેઓ પરદેશની મુસાફરી પણ વારંવાર કરી શકતા. વખત આવ્યે બાળકને પણ પરદેશ મોકલી શકાય એમ હતું.

'બેડો પાર !' જેવા શબ્દોમાં સમાયેલી સર્વાંગી વિજયની ભાવના સતત અનુભવતા શેઠ સુખનંદને પોતાને માટે પૃથ્વી ઉપર સ્વર્ગ ઊભું કર્યું હતું. ભણેલાગ્રેજયુએટ પ્રત્યે તેઓ તુચ્છકાર અનુભવતા; હરીફ પ્રત્યે તેઓ તિરસ્કાર અનુભવતા; અને સમોવડિયાની સાથે મૈત્રીદાયે સમાનતા અનુભવવા છતાં તેમની ખામીઓ પારખી કાઢી તેમનું સમોવડિયું કોઈ રહે જ નહિ એવી સરળ યોજના પણ તેઓ ઘડી કાઢતા.

અમલદારી દુનિયા તેમની હથેળીમાં રમતી. અને તે રમે જ કેની? દરરોજ ટપાલ જોઈ તેઓ પોતાના મદદનીશોને હુકમ આપતા : જો, પેલા આયપતરાવાળા સાહેબ સ્ટેશનથી પસાર થવાના છે. ચાનાસ્તો લઈ જજે.'

'કલેક્ટર સાહેબના મહેમાનને માટે આજે ગાડી મોકલવાની છે – ચાર વાગ્યે; ભુલાય નહિ.'

'ઈલાકાપ્રધાન આપણે ત્યાં ઊતરવાના છે. માટે સ્ટેશને આવવું પડશે. એક હાર અને એક કલગી તૈયાર રાખજે.'

'પેલા મામલતદારને “ટી સેટ” ગમ્યો હતો; મોકલાવી દેજે. ઊંટના મોંએ ઝાંખરું ! બીજું શું ?'

કહી તેઓ હસતા. સુખનંદનને મન પ્રધાનથી માંડી પટાવાળા સુધીને આખો સત્તાધીશ વર્ગ ઝાંખરા નાખવા યોગ્ય ઊંટસમૂહ જ હતો ! યોગ્યતા પ્રમાણે ઝાંખરા મળતાં એ નાખી અમલદારી ઊંટ-પલટણ સુખનંદન પ્રત્યે રાજી રહે એમાં પણ શી નવાઈ ?

ધંધામાં તેમને જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ તેમને પોતાનું મહત્ત્વ વધતું જતું લાગ્યું અને પોતાની નીચે કામ