પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮ : કાંચન અને ગેરુ
 

અંગ્રેજી ઢબે ડોકું હલાવતાં, બન્ને હાથની આંગળીઓ ભેગી કરી રમાડતાં, સ્મિતભર્યું નમન કરતાં, સીસોટી વગાડતાં, અને ના કહેવી હોય કે જવાબદારી ટાળવી હોય ત્યારે ખભા હલાવવાની યુરોપિયન ચેષ્ટા કરતાં દેવદાસને આવડી ગયું હતું ! સિનેમા અને ઘરનો આયનો આ ખભા હલાવવાની ક્રિયા ઘણા હિંદવાસીઓને યુરોપિયન કક્ષાએ મૂકી દે છે.

ખભાનો એવો એક હિલોળો આપી દેવદાસે કહ્યું : 'તને પેલી અંગ્રેજી કહેવત તો ખબર છે ને ? Everything is fair in love and war. પ્રેમમાં અને યુદ્ધમાં ફાવે તે કરો, એનું પાપ જ નહિ.'

'હા. જાણું છું.'

'એમાં એક વધારે તત્ત્વ ઉમેર : Everything is fair in love, war and business પ્રેમમાં યુદ્ધમાં અને ધંધામાં ફાવે તે કરે, એનું પાપ લાગે જ નહિ !'

'આ તારા ઉમેરાથી અંગ્રેજી ભાષા ઉપર ભારે ઉપકાર થશે એ ખરું. પણ...હવે આ છેલ્લો ઘા ન કરીશ. આપણે શેઠ પાસે રહી કૈંક કૂંચીઓ શીખ્યા. બીજું કાંઈ નહિ તો એમનું અન્ન તો ખાધું જ છે ને ?' ઈશ્વરદાસે માણસાઈ દર્શાવવા દેવદાસને વિનંતી કરી.

દેવદાસ હસ્યો. શિકારીની દ્રઢ કૂરતા તેની આંખમાં રમી રહી હસતાં હસતાં તેણે કહ્યું : “ઈશ્વર ! ધંધો કરવો હોય તો દયા, માયા. શરમ અને વફાદારી મૂકીને જ કરો ! ખૂન અને યુદ્ધ કરતાં પણ ધંધો વધારે કાતિલ છે, હો!'

'તું જાણે, ભાઈ ! હું તો તને ના પાડું છું. કદાચ આપણે આમાં ન ફાવ્યા, તો ?'

'ન ફાવે એવું દેવદાસને બન્યું જ નથી ! કુમકુમના કાગળો તારા જ કબજામાં છે ને ? એ દાવો પુરવાર થયો જ માની લે !'