પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર : ૧૯૯
 

'દેવદાસ ! શેઠથી આવો ઘા નહિ ખમાય હો ?'

'તું તો રોતલ જ રહ્યો ! માટે હજી ગુમાસ્તાગીરી કરી રહ્યો છે... અને હું લાત માર્યે જાઉં છું અને ઊંચે ચડતો જાઉં છું. આ દાવો થયો કે તું સમજી લે: સુખનંદનની મિલકત અને એની દીકરી મારે ચરણે ! મને તો વેરભાવે ઈશ્વર ફળ્યા !'

શહેરના ધનિક રસિકોમાં પ્રખ્યાત થયેલી અલબેલી કુમકુમે તે જ દિવસે દાવો માંડ્યો અને સુખનંદન શેઠની રહીસહી આબરૂના કાંકરા તેણે કરી નાખ્યા. એ સમાચાર આવતાં પહેલાં ઈશ્વરદાસે માંદા પડી ગયેલા સુખનંદન પાસેથી કેટલીક જરૂરી સહીઓ કરાવી લીધી અને તેમની સારવાર અર્થે ભેગા થયેલા કુટુંબ વચ્ચે જ શેઠને આશ્વાસન આપ્યું કે દેવદાસ ભલે ફાવે તે કરે, શેઠને ઊની આંચ આવવાની નથી ! વફાદાર મુનીમ તરીકે એ સતત શેઠને પડખે ઊભો જ રહેશે.

ઈશ્વરદાસનો ધંધામાં અડધો ભાગ છે એવા દસ્તાવેજ ઉપર સુખનંદનની સહી થતાં બરાબર ઈશ્વરદાસની વફાદારી પૂરબહારમાં ખીલી નીકળી, અને આશ્વાસન આપી તે સહેજ ખસ્યો એટલામાં જ કુમકુમના દાવાની હકીક્ત કોઈએ આવી સુખનંદનને કહી.

સુખનંદન ખરેખર આ ઘાવ સહી શક્યા નહિ. તેમનું હૃદય બંધ પડ્યું. આખા શહેરમાં એ વાત ફેલાઈ. સુખનંદન ઉપર કૈંક કામો ચાલતાં હતાં એ ખરું; પરંતુ હજી તેમને કશી સજા થઈ ન હતી. પરપોટા ઘણા ઊભા થયા હતા, પરંતુ હજી એકે ફુટ્યો ન હતો. પહેલાં જેવો ધમાકોર વ્યાપાર ચાલતો ન હતો; છતાં ભાંગ્યું ભાંગ્યું તો યે ભરૂચ, એકાએક ખાલી તો ન જ થાય ! સુખનદનના મૃત્યુની હકીક્ત સાંભળી વિવેકી વ્યાપારીઓએ કારખાનાં બંધ કર્યા અને મોટી સંખ્યામાં તેમણે ઘર આગળ હાજરી પણ