પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર : ૨૦૧
 

આવી પહોંચ્યો. અહીં પણ પ્રભુએ તેને જરૂરી અનુકૂળતા કરી આપી. શેઠના પુત્ર 'ભાઈ' દુઃખ સહન ન થવાના કારણે દારૂ પી સૂઈ ગયા હતા; તે ક્યારે ઊઠશે એની કોઈને ખબર ન હતી. શેઠનાં પત્ની પતિશોકને સહજ હળવો કરવા ઘરેણાંની યાદી કરવામાં રોકાયાં હતાં એટલે હજી કોઈને મળવા જેવી તેમની સ્થિતિ નથી એમ કહેવરાવી દુશ્મનની મુલાકાતથી તે દૂર રહ્યાં. પરંતુ સુખનંદનની પુત્રી પુસ્તક વાંચતાં વાંચતાં શોકપ્રદર્શન માટે આવેલા અને આવતાં સન્નારીઓ અને સદ્ગૃહસ્થોને મળતી અને યોગ્ય વાતચીત કરી વિદાય આપતી. અત્યારે મળવા બીજું કાઈ આવ્યું ન હતું, સુખનંદનની પુત્રી એકલી જ હતી. દેવદાસ રાજી થતો અંદર ગયો અને શેઠની પુત્રીને નમસ્કાર કરી તેણે આશ્વાસન આપવું શરૂ કર્યું : 'ખોટું તો બહુ થયું, પણ હવે આપણે હિંમત રાખવી. જનાર પાછું આવનાર નથી...અને, મિલકતની ચિંતા કરશો જ નહિ. હું એની યોજના એવી ગોઠવી લાવ્યો છું કે જૂની જાહોજલાલી બે માસમાં પાછી આવી જશે – મોટરકાર એકે વેચશો નહિ...'

'તમારો બહુ આભાર, દેવદાસ ! તમે તો આપણે બહુ જૂના માણસ. તમે મદદ નહિ કરો તો બીજુ કોણ કરશે?'

'જુઓ.. એ મદદ હું કાયદેસર કરી શકું એવી સરળતા આપ કરી આપો તો....'

દેવદાસને લાગ્યું કે તેની યોજના સફળતાને પાટે ચડી ગઈ !

‘એ કેવી રીતે ?'

'હજી તમે પરણ્યાં નથી...મારી સ્થિતિ કેવી છે એ તમે જાણો છો..મારી બરોબરી કરે એવો કોઈ આ શહેરમાં તો શેઠિયો નથી.'

'પણ તમે તો પરણેલા છો..'

'તેમાં શું ? એક ઉપર બીજી કરવાનો કાયદો આવે તે પહેલાં...'

'મેં તો ઈશ્વરદાસ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે !'