પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨ : કાંચન અને ગેરુ
 


વીજળી પડી હોય એમ દેવદાસ ચમક્યો !

'ઈશ્વરદાસ ? તમારો ગુમાસ્તો ?' દેવદાસથી બૂમ પડાઈ ગઈ.

'હા; એમાં શું ? મારી સાથે લગ્ન કરશે એટલે એ પણ શેઠિયો બની જશે. પિતાએ એને અડધો ભાગ પણ લખી આપ્યો છે...'

'શું કહો છો?... પણ જેને હુકમ કરતા હતા તેની તાબેદારી ફાવશે ?'

'જુઓ ને, દેવદાસ ! શેઠિયાઓને તો પોતાની પત્નીને હુકમ કરવાની પણ ક્યાં ફુરસદ મળે છે?...મને એની ચિંતા નથી. પૈસા હશે ને તેમને પ્રેમીઓ પણ મળી રહેશે ..નામનો પતિ ભલે ને રહ્યો !' પરમ તિરસ્કાર મુખ ઉપર લાવી સુખનંદનની પુત્રીએ આખા ધનિક વર્ગ ઉપર ઘા કર્યો.

'હું હજી કહું છું કે.. ફરી વિચાર કરો...પસ્તાશો...' દેવદાસ બોલી ઊઠ્યો.

'પસ્તાવાનું કાંઈ જ કારણ નથી. પિતાએ મિલકતનો અડધો ભાગ તમને લખી આપ્યો હોત તો હું તમને પરણત.'

'એ અડધા ભાગ કરતાં મારી મિકલત ઘણી મોટી છે.'

'જેમ આજ મારી સંભાળ લેવા આવ્યા તેમ બે પાંચ દિવસ પહેલાં આવ્યા હોત તો તમારો વિચાર કરત. ઈશ્વરદાસે પણ તમારી માફક અમારી મિલકત સંભાળવાની ખાતરી આપી છે. વેપારી માફક હું કેમ વચનભંગ થાઉં?'

સુખનંદન જેવા કંજૂસ અને મિથ્યાભિમાની શેઠિયાની બુદ્ધિ ઠેકાણે લાવનાર દેવદાસ એની જ દીકરીથી પરાજય પામતો હતો. ધનનો નશો એને પણ ચઢી ચૂક્યો હતે. ગમે તેમ કરીને આ લગ્ન અટકાવવું જ જોઈએ.

દેવદાસનું અઢળક ધન પણ એની ખારી બનતી દુનિયાની ખારાશ અટકાવતું ન હતું. અનેકાનેક યોજનાઓ તેના મગજમાં ઊગી નીકળી અને ભારે હૃદય સહ એ ઘેર આવ્યો.