પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨ : કાંચન અને ગેરુ
 

પણ કર્યો.

પ્રભાત થતાં જ મારા નોકરે ફરીથી ડબામાં પૂરવા ગાયને બાગની બહાર કાઢી. હું પણ તેની પાછળ ગયો. રાત્રે ભયંકર દેખાતું ગાયનું હાડપિંજર દિવસે કેમ જરા દયા ઉપજાવવા લાગ્યું હતું ? ગાયની આવી સ્થિતિ કોણે કરી હશે? એનો માલિક કેવો નિષ્ઠુર હશે? અને વળી પોતાની જવાબદારી ટાળવા અને રાત્રે ગમે તેમ છોડી મૂકવાની નફટાઈ પણ કર્યે જાય છે ! જાનવરોને પોષતાં હિંદવાસીઓને આવડતું જ નથી ! પાંજરાપોળ અને ગૌશાળાનો ઘમંડ સેવવાં છતાં !

'કેમ તમે આ ગાયને પાછી છુટ્ટી મૂકી દીધી?' મેં ડબા કામદારને જરા ધમકાવ્યો. સરકારી નોકરો કોઈની પણ ધમકીને પત કરે નહિ, જરા પણ અસર તેને થઈ ન હોય એમ તેણે જણાવ્યું; 'તો બીજું શું થાય ?'

'એના માલિકને સોંપો !'

'એનો માલિક મરી ગયો છે. એ જીવતો હોત તો આ હાથી જેવી ગાયની આવી દશા થવા દેત?' કામદારે કહ્યું.

'તો પછી તમે એને ડબામાં રાખો.'

'ડબો કાંઈ ઢોરને કાયમી રાખવા માટે ન હોય.'

'અમારા બગીચાને નુકશાન કરી જાય તે અમારે કરવા દેવું; એમ ?'

'ડબામાં પૂરી જાઓ ને ફરીથી ?'

'પાછા છોડી ક્યારે મૂકશો?' મેં તિરસ્કારથી કહ્યું.

'એ તો, ભાઈ જુઓ ને? આઠ દસ પંદર દિવસ અહીં રાખીએ. માલિક જડે તો દંડ અને જાનવરની ખોરાકીનો ખર્ચ આપી જાનવર લઈ જાય; માલિક ન મળે તો જાનવર હરાજ કરીએ. આ જાનવરને તો કોઈ હરાજીમાં રાખતું નથી. મહામુસીબતે મેં બે રૂપિયા આપી કોઈની પાસે હરાજીમાં ગાયને આપી...પણ એને