પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સિનેમા જોઈએ

મારે અને વીણાને ખૂબ ઝઘડો થયો. પતિપત્ની વચ્ચે ઝઘડો થાય એમાં બહુ નવાઈ નહિ. પતિ સહેજ મશ્કરી કરે એમાં પત્નીને ખોટું લાગી જાય ! પત્ની કહે કે, ક્લબમાં બહુ વાર ફરો છો, તો પતિને ખોટું લાગી જાય. પત્ની ચા લાવતાં બે મિનિટ મોડું કરે એટલે પતિને એમ જ થાય કે પત્નીને પતિના સમયનું ભાન નથી. પત્ની કહે : 'હમણાં પેપર ન વાંચશો. મારી સાથે વાત કરો.' અને પતિ વાત ન કરતાં રસભર્યા સમાચાર વાંચ્યા કરે તો પત્નીનું મુખ ચઢે !

સંભવ છે કે પુરુષો પણ આવી પતિ પત્નીની ઝપાઝપીમાં કદી રડી પડતા હશે ! પરંતુ મોટે ભાગે પુરુષમાનસને સારી સમજી ચૂકેલી પત્ની પતિના રડતા પહેલાં પોતે જ રડી પડે છે; અને પતિને એ તક મળે તે પહેલાં જ રુદનથી પતિને મુશ્કેલીમાં મૂકી દે છે ! પત્નીની આંખમાં આંસુ આવતાં બરાબર પતિની પરિસ્થિતિ ગુનેગાર સરખી બની જાય છે, અને સંજોગ અનુસાર પતિ પત્નીને મનાવે છે, સમજાવે છે, પટાવે છે, નમન કરે છે, પગે લાગે છે અગર