પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬ : કાંચન અને ગેરુ
 

જોઈએ? પરદેશી રાજ્યમાં દુઃખ એ દુઃખ, નિર્ભેળ દુખ હતું ! સ્વરાજમાં દુઃખ એ પ્રજાઘડતરની કસોટી ગણાય.

'ભગવાનદાસભાઈ ! ગોળ તો મળ્યો, પણ “પરમિટ” મકનજીભાઈને મળી !' લોકોએ ફરિયાદ કરી.

'તમારે ગોળ સાથે કામ છે કે મકનજીભાઈ સાથે ?' ભગવાનદાસભાઈએ શિખામણરૂપે પ્રશ્ન કર્યો.

‘પણ તમે તો ઓળખો છો મકનજીભાઈને ! પરહદમાં અનાજ ચડાવી દેતાં પકડાયેલા અને તમે છેડાવેલા તે !... નફાખોરી વગર એનો ધંધો નહિ...'

'જુઓ, ગોળ આવે છે તે આવવા દો. નફાખોરી જણાય છે. સ્થાનિક સમિતિનું નામ ન લેશો. બધાય..' આગળ ઉચ્ચારણ ન કર્યા છતાં વ્યક્તિ અને સમિતિ બધાંયને માટે ભગવાનદાસે અભિપ્રાય વ્યક્ત કર્યો.

'સમિતિ ને મકનજીનો ઝઘડો લોકોને હેરાન કરશે, ભગવાનદાસભાઈ !' આગેવાને કહ્યું.

'વાંધો લાગે તો ફરી આવજો. હું પણ મકનજીને બોલાવી ખખડાવીશ. હમણાં તો મારે જરૂરી કામ છે...' કહી ભગવાનદાસે મારી સામે જોયું અને મેં હા પાડી ઉતાવળ કરવા વિનતિ કરી.

લોકોના ગયા પછી મેં જરૂરી કામ વિશે પૂછ્યું. અલબત્ત કામ હતું જરૂરી; પરંતુ તે બે કલાક પછી કરવાનું હતું.

એમણે કહ્યું : 'આમ ન કરીએ તે પાર પણ ન આવે ! મારે બીજાં કેટકેટલાં કામ કરવાનાં હોય છે, જાણો છો ને ? રાત્રે ઊંધ પણ નથી આવતી.'

'ખરું છે, ભગવાનદાસભાઈ ! થોડુંક કામ અને મુલાકાતો ઓછાં કરી નાખો.' મેં કહ્યું.

'હું તો બહુએ ઈચ્છું છું ! પણ લોકો ક્યાં છોડે છે મને?'

નિવૃત્તિ માગતા આગેવાનોની સ્થિતિ પણ નિવૃત્તિ પામતા