પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ : કાંચન અને ગેરુ
 

રહ્યો હતો.

'મારા વગર સુનંદ બિચારો નિરાધાર બની રહેશે. એને જમાડશે કોણ? ફરી લગ્ન કરી તે નૂતન પત્નીને લાવે ત્યાં સુધી એ શુ કરશે ?'

આશ્લેષાએ થાળ મોકલ્યો. પડોશી તરીકે મોકલેલો થાળ પાછો આવ્યો. સુનંદની ચિઠ્ઠી વાંચી તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. રાત્રે ફરી થાળ મોકલ્યો–પરંતુ તે પડોશી તરીકે નહિ, તેની કવિતાની એક પ્રશંસક તરીકે !

સુનંદે ફરી એ થાળ પાછો ફેરવ્યો અને તેમાં સ્પષ્ટ લખ્યું કે તે પ્રશંસકના હાથનો પણ નહિ – પત્નીના હાથનો થાળ માગે છે !

આશ્લેષાની આંખમાંથી બેત્રણ અશ્રુબિંદુ ટપકી પડ્યાં, બીજું તો ઠીક, પણ એ ચોવીસ કલાકનો ઉપવાસી છે ! તોફાન વધારે પડતું થઈ ગયું ! તેની હરકત નહિ. પરંતુ સુનંદ આમ ભૂખ્યો સતત રહેશે એવી કોને ખબર ? પત્ની સિવાય કોઈના હાથનું જમવું નહિ એનો શું અર્થ ? આશ્લેષાના છૂટાછેડા સામેનું આહ્‌વાન? કે પત્નીને અર્પાયેલું ક્ષમાસ્તોત્ર !

જે હોય તે ! પરંતુ...

'અરે ! અરે ! સુનંદના ખંડમાંથી ધૂણી શાની નીકળે છે? ભડકો પણ દેખાય છે !'

આશ્લેષાના હૃદયમાં અને દેહમાં પણ કંપ વ્યાપી ગયો. શું હશે ? બેઈજ્જતીને કારણે એ આપઘાત તો નહિ કરતો હોય ?

આશ્લેષા એકાએક ઝડપથી ઊતરી પોતાના જૂના મકાનમાં પેસી ગઈ. બારણાં ખુલ્લાં હતાં, પરંતુ નોકર ચાલ્યો ગયો હતો. ઘર જાણીતું જ હતું. બહાર રાત્રિનો અધિકાર હતો. ઘરમાં બીજે બધે દીવા બંધ હતા – માત્ર સુનંદના અભ્યાસખંડ સિવાય બધા દીવાઓ ખોલતી આશ્લેષા સુનંદ બેઠો હતો તે ખંડમાં પહોંચી ગઈ. ખંડના બારણાંમાં પગ મૂકતાં બરાબર આશ્લેષાએ બન્ને ગાલ ઉપર ચપ્પટ