પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાંચન અને ગેરુ : ૨૫૩
 

કરીશ.' જયંતે કહ્યું.

'બહુ સારું. જીવન એક પ્રયોગ છે; કરી જુઓ તમારા પ્રયોગ. હું તો માત્ર તમને આશીર્વાદ આપું.' કહી ગુરુએ શિષ્યોને સ્નેહભરી વિદાય આપી. બન્ને સાથે જ આશ્રમમાંથી બહાર નીકળ્યા. રસ્તે જતાં જયંતે આનંદને પૂછ્યું : 'કયે રસ્તે જઈશું ? '

'હુ પર્યટન કરીશ.' આનંદે કહ્યું.

'પર્યટન તો હું પણ કરીશ. ધનિકો, શ્રેષ્ઠીઓ, વિષ્ટિકારો અને નૃપાલોની બાજુએ હું ડગલાં ભરીશ.' જયંતે કહ્યું.

'હું હજી આશ્રમો શેાધીશ, ગુફાઓ ખોળીશ અને ભિખ્ખુઓનો માર્ગ શોધી વળીશ.’ આનંદે જવાબ આપ્યો.

'આનંદ ! મને એક સત્ય દેખાયું છે.'

'હરકત ન હોય તો મને પણ એ સત્ય બતાવ.'

'ધન એ જ સાચી સત્તા છે. સર્વ દિગ્વિજ્યની ચાવી ધન છે. ધનને કશું જ મેળવવું અશક્ય નથી.' જયંતે કહ્યું.

'તું ધનિક થાય અને મેળવવા યોગ્ય બધું મેળવે તે દિવસે મને યાદ કરજે.'

'અરે તું? વગર મેળવ્યે જ તારો દિગ્વિજ્ય થાય તો તું પણ મને યાદ કરજે.'

'વર્ષે, બે વર્ષે, આપણે મળીને એકબીજાને આપણે સરવૈયું બતાવતા રહીશું.' આનંદે કહ્યું.

બન્ને શિષ્યોએ ધબકતા વિશ્વમાં હસતે મુખે પ્રવેશ કર્યો.

વારાણસી સરખી પવિત્ર નગરી અને ગંગા સરખી પાપમોચની સરિતા. બન્ને વિદ્યાર્થીઓ ગંગાસ્નાન માટે ગંગાધાટનાં પગથિયાં ઊતરતા હતા. અને તેજસ્વી કિશોરો તરફ જનારા આવનારનું સહજ લક્ષ્ય ખેંચાતું. પાણી ઉપર એક વહાણ તરતું હતું. વહાણવટીઓ