પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાંચન અને ગેરુ ૨૫૫
 


'હું તૈયાર છું.' જ્યંતે કહ્યું.

'ક્યાં પાછાં માણસો વધારો છો?' મિત્રે જયંત આવે તે સામે અણગમો દર્શાવતાં લક્ષ્મીનંદને કહ્યું.

'તું ન સમજે. એક કર્મકાણ્ડીને પણ સાથે રાખ્યો સારો. જે તે સ્થળના પૂજારીઓથી આપણે સ્વતંત્ર રહી શકીએ.' લક્ષ્મી નંદને એક કર્મકાણ્ડીનો ઉપયોગ સમજાવ્યો, અને વહાણને ચલાવવા હુકમ આપ્યો.

'બેસી જાઓ, સાથે આવવું હોય તો...તુર્ત !' મિત્રે જયંતને કહ્યું. જયંતે જરા બાજુ ઉપર જોયું. આનંદ ગંગાજીના પાણીમાં ડૂબકી મારતો હતો.

'આનંદ ! હું આ વહાણ સાથે ચાલ્યો જાઉં છું.' જયંતે કહ્યું.

'શુભ કાર્યમાં વાર શી? ભલે !' આનદે તેને સંમતિ આપી, અને પોતે સ્નાન કરી ઘાટના પગથિયાને એક ખૂણે ધ્યાનમાં બેઠો.

આનંદે આંખ ખોલી ત્યારે જયંતનું વહાણ દ્રષ્ટિમર્યાદાની બહાર ચાલ્યું ગયું હતું; પરંતુ એની સામે જ ધાટ ઉપર એક તરાપો તરી રહ્યો હતો. તરાપાને પકડી કેટલાંક માણસો સ્નાન કરતાં હતાં અને કેટલાંક ઘાટ ઉપર ધ્યાનમગ્ન બેઠા હતાં. એક ધીર ગંભીર પ્રૌઢ પુરુષે આનંદને પૂછ્યું : 'વત્સ ! વારાણસી વાસી છો?'

'ના જી. ગુરૂઆશ્રમથી નીકળી જગતમાં આવ્યો છું. ગંગાસ્નાન કર્યા પછી... શું કરવું એનો નિશ્ચય હજી કરવો છે.' આનંદે કહ્યું.

'સ્નાનથી તો તું પરવાર્યો, નહિ?'

'જી હા. '

'મારી સાથે આવવું છે?'

'આપ ક્યાં પધારશો ? '

'હમણાં તો સમુદ્રસંગમ સુધી–પછી સમુદ્ર પાર.'

'વ્યાપાર કાંઈ...'

'વ્યાપાર એક જ કે જ્ઞાન મળે તે લેવું અને પાસે હોય તે