પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા :૨૧
 

હસી કાઢતો. એ તો કહેતો જ કે એ બાળી નાખેલું ઝેર ફરી જીવનમાં પ્રવેશ નહિ પામે.

'તંત્રીસાહેબ ! ભલે તમે એ અમારી વાત છાપો ! એ વાંચીને લેખકો લખવાનું બંધ કરે તો સારું. ! માત્ર એક શરત : એ મારી છેલ્લી જ વાર્તા હશે !' સુનંદે કહ્યું.

'ક્રમાંક છેલ્લો રાખવો કે પહેલો એ તંત્રી ઉપર છોડી દો, સુનંદભાઈ ! તમે તંત્રીઓને નહિ પહોંચો. આશ્લેષાબહેને જે પ્રયોગ ન લખવા માટે કર્યો તે લખવા માટે કરશે તો ?' તંત્રીએ ધમકી આપી આશ્લેષા સામે જોયું.

ત્રણે જણે સ્મિત કર્યું.