પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ : કાંચન અને ગેરુ
 


'કેમ ? મારું શું કામ છે ?'

'જરા પધારો. આ માણસ ખેંચી જાય છે એ કાગળો તમારા જ હશે. '

મારા કાગળો ? હું ચમક્યો, અને ઝટ નીચે આવ્યો. રાત્રે જ વાંચીને મૂકેલા કેટલાક મહત્ત્વના કાગળો આજે અદાલતમાં રજૂ કરવાના હતા. એના ઉપર મિલકતના એક મોટા મુકદમાનો આધાર હતો. વાંચતે વાંચતે મને વિચાર પણ આવ્યો હતો કે આ કાગળો રખે ને ગેરવલ્લે પડે ! વકીલને ત્યાંથી મહત્તવના કાગળો કોઈ લઈ જાય એમ કદી હુંજી સુધી બન્યું નથી. છતાં જે ભય હતો તે જ શુ સાચો પડ્યો ?

લોકો ભેગાં થઈ ગયાં હતાં. બલવીરસિંહના હાથમાં કાગળો હતા. સુલતાને પકડેલો માણસનો એક પગ હજી સુલતાનના મુખમાં જ હતો. તે છોડાવવા માટે બહુ ફાંફાં મારતો હતો. આસપાસનાં લોકો ભેગા થઈ ગયાં ન હોત તો જરૂર એણે કૂતરાને મારી નાખ્યો હોત. પરંતુ બલવીરસિંહના હાથમાં રિવૉલ્વર હતી એટલે કૂતરાને એક લાકડી પણ કોઈ મારી શકે એમ ન હતું.

'વકીલસાહેબ ! આ કાગળો આપના જ લાગે છે.' કહી બલવીરસિંહે ઠીક કરી મૂકેલાં કાગળિયાંની થોકડી મારા હાથમાં મૂકી. મહત્ત્વના કાગળો જ માત્ર નહિ, પણ બધા કેસના કાગળો એમાં હતા. જે ભય હતો હતો તે જ બન્યું ! કાગળો ચોરાયા હોત તો શું થાત ? હુ મારા અસીલને શું જવાબ આપત? જવાબ આપવો બાજુએ રહ્યો, પરંતુ મેં એનું કેટલું નુકસાન કર્યું હોત?

'કાગળો મારા જ છે અને બહુ મહત્વના છે' મેં કહ્યું.!

'અમસ્થું શા માટે એને કોઈ ચોરવા મથે ?' બલવીરસિંહે કહ્યું

ચોરનાર માણસને મેં કદી જોયો હશે એમ લાગ્યું. અમારા ધંધામાં અનેક માણસોનો પરિચય અમને થાય છે. બલવીરસિંહે તો ભેગાં થયેલાં માણસોની મદદથી ચોરને બાંધ્યો અને કૂતરાનું