પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના

ઝાકળ, પંકજ તથા રસબિંદુ નામના ત્રણ નવલિકાસંગ્રહ બહાર પાડ્યા પછી ચોથો સંગ્રહ બહાર પાડવા જેટલી ટૂંકી વાર્તાઓ જુદે જુદે સમયે લખાઈ, જે “કાંચન અને ગેરુ” નામની એક વાર્તાનું નામ પામી સંગ્રહરૂપે પ્રસિદ્ધ થાય છે.

ટૂંકી વાર્તા-નવલિકા હવે આપણા સાહિત્યનું કાયમી અંગ બની ચૂકી છે. એ અંગ ખરેખર સુંદર છે અને તેનું ભાવિ ઉજ્જવલ છે.

આછી પાતળી એ અંગને ઘટે એવી મારી વાર્તાઓ હશે કે કેમ એનો વિચાર ન કરતાં મારા મિત્ર–પ્રકાશકો સંગ્રહ છાપે છે.

ગુજરાતને એ સંગ્રહ સહજ પણ ગમે તો બસ


'કૈલાસ',વડોદરા,
૧૯-૧૨-૪૯
રમણલાલ વ. દેસાઈ