પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૪ : કાંચન અને ગેરુ
 

પછી જ તને કહું.'

માતાએ કાંઈ જવાબ ન આપ્યો. માત્ર તેની આંખમાંથી આંસુની સેર છૂટી ચાલી.

અશોકનું ખરું બનતું હૃદય માતા પાસે તો ખારાશ ટાળીને જ આવતું. પરંતુ માતાથી દૂર થતાં એની ખારાશમાં તમતમતી તીખાશ ઉમેરાતી.

'તું એવા નિર્ભાગી ઘરમાં અવતર્યો કે તારે અભ્યાસને બદલે મજુરી કરવી પડે છે ! ' આંખ લૂછતાં માતાએ કહ્યું. અને ત્યારથી તેણે વ્રત, જયંતી ચાતુર્માસ, ચાંદ્રાયણ વગેરે સખતાઈથી કરવા માંડ્યાં

અશોક હવે માતાની સ્થિતિ ન સમજે એવડો ન હતો.

માતા બધું જ પુત્ર માટે કરતી હતી, પુત્રના ભણતર માટે સંઘરતી હતી, પુત્રને ઓછું ન આવે એ માટે જાત ઘસી નાખતી હતી. પરંતુ તે જરા ય દુઃખ વગર. ફરિયાદ વગર માનું હૃદય બંડ કેમ નહોતું ઊઠાવતું એની અશોકને સમજ પડતી નહિ. અશોક સરઓ ભારણરૂપ પુત્ર એણે કેમ જિવાડ્યો અને ઉછેર્યો? હજી પણ એને ફેંકી દઈ એ કેમ સુખી થતી ન હતી તેવી પણ કલ્પના તે કરતો હતો !

ઉચ્ચ ભણતરની શરૂઆતમાં તેણે એક પ્રખર વક્તાને સાંભળ્યો. એ વક્તાએ નિરીશ્વરવાદનું બહુ જ સચોટ સમર્થન કર્યું. અને ઈશ્વર જેવી વ્યક્તિ, સત્તા કે વ્યાપકતા છે જ નહિ અને હોઈ શકે જ નહિ, એમ તેણે અસરકારક રીતે પ્રતિપાદન કર્યું. અશોકને એ જ જોઈતું હતું. વક્તાને એ મળ્યો અને તેની પાસેથી નિરીશ્વરવાદને ટેકો આપતાં પુસ્તકો માગી વાંચ્યાં; અને એને લાગ્યું કે જગતમાંથી હવે ઈશ્વર અદ્રશ્ય થઈ ગયો.

મા એક વખત ઈશ્વરનું પ્રાર્થના ગીત ગાતી હતી. એને હવે આવી અંધ શ્રદ્ધાવાળી માતા પ્રત્યે સહજ અભાવ ઉત્પન થયો !

શી આ ધર્મ ઘેલછા ? શી આ શ્રદ્ધાની વેવલાશ ? શી આ