પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬ : કાંચન અને ગેરુ
 

આજે તે બહારના ખંડમાં બેઠી ન હતી, અને સ્ટવના અવાજથી વીંટળાયેલી હતી, એટલે તેણે વહેલા આવેલા વિજયનું આગમન રોજ માફક પરખ્યું નહિ. ખિસ્સામાંથી તેણે એક વાળેલો કાગળ કાઢ્યો, ઉઘાડ્યો, વાંચ્યો અને પાછી વિચારમાં નિમગ્ન બની ગઈ. તેની ખુલ્લી એકીટસે નિહાળતી આંખોએ જોયું પણ નહિ કે પાણી ઊકળતું હતું અને વિજય પાછળ આવી ઊભો રહ્યો હતો. અંતે ઉકળતું પાણી ઉભરાયું, સ્ટવ ચીસ પાડી શ્વાસ લઈ બંધ થયો, અને પાસે જ ઊભેલી કપિલાએ જાગૃત થઈ સ્ટવની ચાવી બંધ કરી. આછા ગભરાટ સહ તેણે પાછળ જોયું : એનો પતિ વિજય આછું હસતો એની પાછળ બારણામાં ઊભો હતો !

કપિલાના હાથમાં જ કાગળ હતો ! તેનું મુખ લેવાઈ ગયું. કાગળ સંતાડવો કે બતાવવો તેની સમજ કપિલાને પડી નહિ.

'તું ક્યારનો આવ્યો છે?' કપિલાએ પૂછ્યું. બીજી કાંઈ સમજ ન પડવાથી કપિલાએ આ સાહજિક પ્રશ્ન કર્યો.

'ક્યારનો યે.' વિજયે જવાબ આપ્યો.

'ક્યાં હતો ?'

'અહીં જ ! તારી સમાધિ નિહાળતો હતો.'

'હં !' કહી હાથમાંના કાગળને કપિલાએ વાળવા માંડ્યો.

'મારો કંઈ ગુનો થયો છે?” વિજયે પૂછ્યું.

'કેમ? ગુનો શાનો?'

'મા મને લડે છે. કહે છે કે હું તારી કાળજી રાખતો નથી, તારું મન મનાવતો નથી. શું છે બધું?'

'મને કંઈ ખબર નથી. માને એમ કેમ લાગ્યું હશે ?'

'આજ તો મને પણ એમ લાગ્યું. તારી તબિયત કેમ છે ? ડૉકટરને બોલાવું ?'

'તું જ કહે છે ને કે ડૉક્ટરના બજારમાં કાળામાં કાળું બજાર પણ ધોળું બની જાય છે !' કહી સહજ હસી કપિલા એકાએક