પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ : કાંચન અને ગેરુ
 


'બરાબર.' સુધાકરે સહજ ભય પામી જવાબ આપ્યો.

'તારી સાથે એને પરમ મૈત્રી હતી–ગાઢ સ્નેહ હતો; નહિ?'

'પછી તું એવી સ્થિતિમાં આવી પડ્યો કે કપિલા સાથે લગ્ન થઈ શક્યું નહિ.'

'એનો તો હું જીવનભર શોક કરી રહ્યો છું.'

'એ શોક દૂર કરવાનો સમય તારી મુઠ્ઠીમાં આવી ગયો છે હવે.’

'એટલે ?'

'એટલે એમ કે તારી અને કપિલાની વચ્ચે આવેલી એક કમનસીબ યુવતી અને તેના સંતાનને તું વગે કરી શક્યો છે.'

'વિજય ! સંભાળીને બોલ; બદનક્ષી થાય છે.'

'બદનક્ષી? તારો આખો નકશો જ બદનક્ષીથી રંગાયલો છે.'

'તું શું કહેવા માગે છે?'

'હું પૂરી વાત સંભળાવીશ. ઉતાવળ ન કર. તારી અને કપિલાની વચ્ચે હું આવી રહ્યો છું... આંખ દૂર ન કરીશ. મારી સામે બરાબર જો... હાં, એમ ! અને મને દૂર કરવા તું વિમાન લાવ્યો, કાર લાવ્યો, કપિલાને લલચાવવા અલંકાર લાવ્યો, અને તારી મોહક વાણી લાવ્યો...?'

'તારો એ વહેમ છે, વિજય !' સુધાકરે આર્જવપૂર્વક કહ્યું.

'મારો નહિ, એ તારો વહેમ છે. તે ધાર્યું હતું કે કપિલા એથી લલચાઈ જશે. પણ એમાં તું સફળ ન થયો...'

'કપિલા ! કહે, સાચું કહે..' સુધાકરે જરા ભય પામી કહ્યું.

'એને ન પૂછીશ. એનું જીવન ઝેર કરવામાં તે કાંઈ જ બાકી રાખ્યું નથી. હવે એક પાસો બાકી હતો તે તેં નાખી જોયો. બાળકીનું મુખ તારા જેવું છે, ખરું ? બોલ જવાબ આપ. બાળકીએ તો તને સચોટ જવાબ આપ્યો. ઓ ઝેરી નાગ ! તારું ઝેર