પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬ : કાંચન અને ગેરુ
 

'તું શું જોયા કરે છે મારા મુખ સામે?' વિજયે પૂછ્યું.

‘તારા સરખા પુરુષનું મુખ જોતાં હું ધરાતી નથી... પણ તું કેમ મારી સામે મીટ માંડી રહ્યો છે?' બાળકી હજી બારીએ જ ઊભી ઊભી રસ્તાની અવરજવર નિહાળતી હતી. પતિ અને પત્ની પરસ્પર મુખ સામે જોતાં હોય ત્યારે કોઈ ત્રીજાએ ત્યાં આંખ માંડવી જ નહિ ! સાસુ સીડી ચઢી ધીમે ધીમે આવતાં હતાં તે પાંચ પગથિયાં પાછાં ઊતરી ગયાં, અને જરા રહીને બોલતાં બોલતાં પાછાં ધીમે ધીમે ચઢ્યાં : 'હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખેતિ !'

પ્રભુના નામોચ્ચાર સાથે જ વિજય અને કપિલાની આંખો અને મુખ છૂટાં પડ્યા !