પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘુવડ : ૮૯
 

મારાથી તેમ બની શક્યું નહિ, એટલે મહેણાંમશ્કરી સહન કરીને, નફ્ફટાઈના આરોપ માથે ચઢાવીને પણ હું મારી પત્નીને મારી સાથે જ બર્મામાં લાવ્યો. એ રૂપાળી હતી – એટલી રૂપાળી કે નિરુપમા નામ મને સાર્થક લાગતું. નિરુપમાએ પણ ઉચ્ચ શિક્ષણ લીધું હતું અને પ્રાચીન હિંદી સંસ્કૃતિ અને કલાનો એણે અભ્યાસ કર્યો હતો, એટલે એને પણ બર્મા આવવાનો ઉત્સાહ હતો જ.

પરંતુ બર્મામાં પગ મૂકતાં બરાબર જાહેરાત થઈ કે મિત્ર રાજ્ય અને જાપાન વચ્ચેની મૈત્રી એકાએક તૂટી ગઈ હતી અને પ્રખર યુદ્ધકૌશલ્ય દર્શાવતા જાપાનીઓ બર્માનાં બારણાં ઠોકી રહ્યા હતા. હિંદવાસીઓએ તો નિશ્ચય જ કર્યો કે સહુએ હિંદમાં નાસી જવું. ગુજરાતી પુરુષોમાંના ઘણાને સ્ત્રી બાળકો પહેલાં નિદાન સ્ત્રી બાળકો સાથે જ ચાલ્યા જવાની પૂર્ણ ઈચ્છા હતી, જે કેટલાકે પૂરી પણ કરી ! પરંતુ પછી તો ગુજરાતનું આછું પાતળું પુરુષત્વ જરા શરમાયું અને તેણે વહાણો ભરી પ્રથમ સ્ત્રી બાળકોને હિંદમાં મોકલી દીધાં અને પોતે પાછળ રહી ધંધોરોજગાર સંકેલી–અગર સંકેલ્યા વગર હિંદ આવવાની યોજના કરી.

પરંતુ એ યોજના સફળ થાય તે પહેલાં તો જાપાની વિમાનોએ બર્મા સર કર્યું. અને મોટા ભાગના હિંદવાસીઓ ફાવે તેમ અસ્તવ્યસ્ત કાળેધોળે રસ્તે, પગે ચાલીને પણ નાસી છૂટ્યા.

નિરુપમા વહાણમાં ગઈ નહિ. સહુનો અને મારો આગ્રહ પણ તેને સ્પર્શી શક્યો નહિ. જ્યાં હું ત્યાં એ એવો પ્રતિકૂળ નિશ્ચય કરી બેઠેલી એ જિદ્દી સ્ત્રી મારી પાસેથી જરા ય ખસી નહિ. એનો સાથ મને જરૂર ગમતો હતો, પરંતુ અજાણ્યા રસ્તામાં આવતી અનેક આફતો સહન કરવાનો એને વારંવાર પ્રસંગ આવતો ત્યારે મને એની હઠીલાઈ ઉપર રીસ ચઢતી અને આખી સ્ત્રીજાત