પૃષ્ઠ:Kankavati.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


આજથી પચીસ-પચાસ વર્ષે મૂળ કાઠિયાવાડ ગુજરાતમાંથી બહાર નીકળેલાં પણ પછી તો સંસ્કાર ને સંગે પરદેશી થયેલાં ગુજરાતી કરંબો જાપાનીસ ફેરી ટેઈલ્સ કે એવું કંઈક લઈને અંગ્રેજીમાંથી ભાષાંતર કરી છોકરાંને સમજાવવા બેસશે, તે વખતે આવો એકાદ સંગ્રહ સંસ્કૃતિની એકતા સાચવવામાં કેટલી મદદ કરશે એ અનુમાન કરવામાં જ આ પ્રવાસની સળતા થઈ ચૂકી છે.

“સ્પેરીઝ ફોમ વેગનરમાં જે મિસ્ટિસિઝમ' ને અશક્ય છતાં આદર્શો મુકાયા છે તે ખરેખર હુબહુ આપણી વાતોને ઘણા મળતા છે. અથવા મધ્યયુગનું ચિત્ર જ બધા દેશોમાં સરખી માટીમાંથી મુક્ત થયું છે.

આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? એનો સમય હવે છે કે નહિ ? આજે હવે પાઘડિયાળા પુત્ર ની વાત જંગલી મનાશે : એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો ? ‘ક્રિસ્ટમસ કાર્ડ' પાછળની ફેશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે. તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે ને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે ?

તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે રહી શકે: પુત્ર ને વહુ આવ્યા એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે.

પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શ ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારોઃ એની સામાજિક રીતે સમાલોચના કરો: એમાં વહેતું માનસ જુઓ: તંદુરસ્તીભવો વૈભવ નિહાળો: અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે.[૧]


સર્વ પ્રજાઓની સંપત્તિ.


એવી સામટી દષ્ટિનો દોર રાખીને હવે આપણે આ લોકવ્રતોની તપાસમાં ઊતરીએ. દુનિયાની ઘણીખરી પ્રજાને પોતપોતાનાં વ્રતો હતો. સરજનહારની અને પોતાની વચ્ચે સહુ જાતિઓએ અન્ય દેવદેવીઓની મંગલ-અંગલ સત્તા કલ્પી છે. દૂધ, ધનધાન્યનાં નવદ્ય ઉપરાંત નરબલિ, પશુબલિ અને પોતાનાં સંતાનોના બત્રીસા પણ ચડાવીને પોતાની મનકામનાના પરિતોષને માટે ઘણી પ્રજાએ પોતાના દેવતાનું આરાધન કરેલ છે. અને એ આરાધનની વિધિમાં સંગીત, નૃત્ય, શિલ્પ, ચિત્ર, વાદ્ય અને વાર્તાઓનું કલાસર્જન પણ વિકસાવવાનો તેઓએ પ્રયત્ન કરેલ છે. મેક્સિકો ને મિસર, બોહિમિયા ને બ્રિટન, બધી પ્રજાનાં પ્રાચીન પુરાણો આજ પોતપોતાના વ્રત-સાહિત્યનું દર્શન કરાવે છે અને એમાંથી તે તે પ્રજાઓના વિકાસક્રમનો પંથ સૂઝે છે, સર્વ પ્રજાની સાંસ્કૃતિક સમાનતા પણ સૂઝે છે.

  1. 1 એમના એક પત્રમાંથી.