પૃષ્ઠ:Kankavati.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ કરતાં તો વખત ભરાઈ ગયો. વહુ દીકરાને પધરાવવાનો સમય થયો છે.

ડોસીને ડોસો તો ઘરમાં સંતાઈ ગયાં છે. કાન આડાં પૂંભડાં દીધાં છે. ગળાટૂંપો ખાવાની તૈયારી કરે છે.

ત્યાં તો વહુ આવી છે કે "કાં બાઈજી, આ શું કરો છો ? તમારા દીકરાને બોલાવો ને !"

સાસુની આંખમાં તો આંસુડાં હાલ્યાં જાય છે. કહે છે કે, "અરેરે બેટા, કોને બોલાવું ?"

વહુ કહે કે "નામ લઈને બોલાવો ને !"

"અરેરે બાપા, કોનું નામ ને કોનું ઠામ?"

"જેનો મહિનો નાવ છો એનું નામ લઈને બોલાવો."

બાઈજી તો રોતાં રોતાં બોલ્યાં છે કે "બેટા પુરુષોત્તમ!"

ત્યાં તો બારણાં ભડભડવા માંડ્યાં છે.

બાઈજી ફરીથી બોલ્યાં છે કે "બેટા પુરુષોત્તમ!"

ત્યાં તો ભોગળ ભાંગી ગઈ છે. "ચટાક ! ચટાક !" ચાખડી બોલી છે. અને -


પીળાં પીતાંબર પેર્યાં છે,
લાલ ચાખડીએ ચડ્યા છે,
માથે મોર મુગટ ને છત્તર ધર્યાં છે,
લલાટમાં કેસર ચંદણની આડ્ય છે.
મરક ! મરક ! હસે છે.

એવા પુરુષોત્તમજી અટકતી ચાલે આવીને મંડપમાં આવ્યા છે. બધાં ગીત ગાવા મંડ્યાં છે.

ત્યાં તો શણગાર સજીને વહુ પણ આવ્યાં છે. છેડાછેડી બંધાણી છે. ચોથો ફેરો ફરી રહ્યાં છે. ગામની બાઈડીઓ ગાય છે.

હે પુરુષોત્તમ મા'રાજ, જેવી આની લાજ રાખી એવી સહુની રાખજો !


ધરો આઠમ

[ભાદ્રપદ સુદ આઠમના વ્રતની કથા છે. ધ્રો નામનું ઘાસ થાય છે.]

ક રાજા હતો. રાજાને સાત રાણીઓ હતી. છ માનેતી, એક અણમાનેતી.

છ યે માનેતીને છોરું નહિ, ને અણમાનેતીને અઘરણી.

છ યેને તો ખાર ખેધ થયા છે. નવમે મહિને સુયાણી બોલાવી છે. કીધું છે કે "અણમાનેતીને દીકરો આવે તો મારી નાખજે !"

છોરુનો તો સમો થયો છે. સુયાણીએ તો રાણીની આંખે પાટા બંધાવ્યા છે. દીકરાનો