પૃષ્ઠ:Kankavati.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અન્ન પાણી મોકળાં
તો જ બાથી જમી શકાય.


ફૂલ-કાજળી વ્રત


શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે.

મોટે ભળકડે ઊઠીને નાય.
ગુલાબનું ફૂલ સૂંઘીનું પાણી પીએ.
શંકર-પાર્વતીની પૂજા કરે.
પૂજામાં અબીલ ગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સોપારી, નારિયેળ ને ચોખા લે.


ચોખા-કાજળી વ્રત

રસોવરસ એક હજાર ડાંગના દાણા લે બે નખ વડે દાણા વધારી વધારીને અણીશુદ્ધ એક હજાર ચોખા કાઢે.

વ્રત અધૂરું રાખીને દીકરી મરી જાય તો માવતર પૂરું કરે.
રાતે જાગરણમાં ટોપરું ને સોપારીની કરચો ખાઈ આખી રાત ચલાવે.


ભે-બારશ

[અભય બારશ]

શ્રાવણ મહિને ઊતરતે, અંધારી અગિયારશની રાતે દીકરીની મા ઢેબરાં કરે. વળતે દા'ડે બારશ. તેને ભે-બારશ કહે. દીકરાની મા ભે-બારશ કરે, નાહીધોઈને આરો પૂજે. શેનો આરો?

નદીનો આરો, તળાવનો આરો, વાવનો આરો, કૂવાનો આરો, ગામપાદરે જે કોઈ નવાણ હોય એનો આરો પૂજે.

શા માટે પૂજે?

ગામનું નવાણ સજીવન રહે તે માટે પૂજે.

પ્રથમ પૂજ્યો'તો એક દીકરાની માએ.

વે'વારિયો વાણિયો હતો. વે'વારિયો વાણિયો તળાવ ગળાવે પણ મે તો કાંઈ વરસે