પૃષ્ઠ:Kankavati.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં વાવ્યાં તલ ને તુલસી
તલ તુલસી ગિરીધારીલાલ
મેં પૂજ્યા શ્રાવણિયા ચાર
એક શ્રાવણ ચૂકી
ચોરનો અવતાર ચૂકી
રામબાઈ શામબાઈ રૂડાં ગામ
મેં પરણાવ્યા અમરખાન
અમરખાનની સાત રાણીઓ
હિંડોળાખાટે હીંચે છે
પાન પિચકારી મારે છે
હસે તો હીરા ગરે
બોલે તો મોતી ગરે
હીંડે તો કંકુનાં પગલાં પડે
જે ગાયમા! તમારાં સત
ને અમારાં વ્રત પરિપૂર્ણ ઊતારજો !



સૂરજ–પાંદડું વ્રત

ષાઢની અજવાળી અગિયારશે શરૂ થાય.

સૌભાગ્યવતી હમેશ સુરજની પૂજા કરે:
સાડાચાર મહિને એક ટંક જમે:
પિત્તળનાં થાળી વાડકામાં ન જમે : પતરાવળામાં જમે :
વરસાદને લઈને સૂરજ ન ઊગે એટલા દિવસના અપવાસ પડે.

ઊજવણાંમાં કાંસાનું પદ આપે, રૂપાનો સૂરજનો રથ ને સોનાની સૂરજ મૂર્તિ ને રૂપાનો ચાંદો બ્રાહ્મણને આપે.