પૃષ્ઠ:Kankavati.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વ્રતની કથા આમ કહેવાય છે:

[આ વાર્તા ગુજરાત તરફ કહેવાય છે.]

સૂર્યનારાયણ હતા.
સૂર્યનારાયણની માએ સૂર્યનારાયણને કહેવા માંડ્યું,
ભાઈ, ભાઈ, તમે પરણોને.
મા, મારે પરણ્યે ઘણું સંકટ થશે ને,
ભાઈ, મારે વૃદ્ધપણું થયું છે ને
મારાથી કાંઈ કામ નીપજતાં નથી ને
માટે તમે પરણો ને.
ત્યારે કહે: વારુસ્તોને.
આપણા જોડેના વનમાં એક રન્નાદે છે ને;
એક ડોસી છે ને,
તમે ત્યાં જઈ કહી આવોને,
"તમારી રન્નાદેને સૂર્યનારાયણ જોડે પરણાવશોને ?"
માએ તો જઈને કહ્યું છે ને
ડોશીએ તો જવાબ દીધો છે ને કે -
"ત્યારે તમારા સૂર્યનારાયણ
પૃથ્વી પરકમા કરવા જાય ને મારી રન્નાદે
ઊગતાં ને આથમતાં સુધી ભૂખી મરે ને."
ત્યારે કહે છે, સારું ને.

સૂર્યનારાયણ ઊગીને આવ્યા.
પોતાની માને પૂછવા લાગ્યા.
"ભાઈ, મને તો ના કહીને,
એ ને એમ કહેવા લાગ્યાં કે,
ઊગતાં ને આથમતાં ભૂખે મરે ને ?"
સૂર્યનારાયણે કહેવા માંડ્યું ને
આપણાં માગાં પાછાં ઠેલ્યાં ને,
આપોઆપ હા કે'વડાવવું ને !
એમણે તો તડકા ને તાપ મેલ્યા ને,
માણસ આકળવીકળ કર્યાં ને.
કોઠીઓ કલાડાં ભાગી ગયાં ગઈ ને,
તાવડીઓ તૂટી ગઈ ને