પૃષ્ઠ:Kankavati.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વહેમ કે વિજ્ઞાન ?

દેવતાઓની કલ્પના પાછળ કેવળ અર્થશૂન્ય વહેમને બદલે કોઈ વાર તે ને પોજનભર્યો વિચાર હશે કે નહિ ? એક ઉદહરણ લઈએ :

શીતળા સાતમનો વહેમ આપણા સમાજમાં અતિ દુઃખદાયક થઈ પડ્યો છે. એનું સ્વરૂપ આપણને કઢંગું લાગે છે. હવે મૂળ આ દેવીની કલ્પના કેવી રીતે ઊઠી હશે તે વટાવીએઃ “શીતળા' એવો સુગાળો ગ્રામ્ય શબ્દ બદલીને શુદ્ધ સંસ્કૃત શીતલા મૂકીએ તો તેના ઉચ્ચારની સાથે જ શીતળતાનો એક શાંતિકારક ભાવ આપણા અંતરમાં ટાઢો કોરડો પાડે છે. અનુમાન કરીએ કે “શીતલા એટલે શીતલતાની કોઈ અધિષ્ઠાત્રી શક્તિ પ્રિસાઈડીંગ ડાઈટી': જેમ પંચમહાભૂતો પર નોખનોખા અધિષ્ઠાતાઓ કલ્પાયા છે તેવી રીતની: એટલે હવે વિચારીએ કે શીતલતાની અધિષ્ઠાત્રીનું શરીર પણ કેટલું સૂક્ષ્મ ને કેટલું સુકોમલ હોવું જોઈએ. એવા અનન્ય માર્દવથી ભરેલી એ દેવશક્તિને કાજે પણ વર્ષમાં એક દિવસ લોકોએ મુકરર કર્યો હશે. યજ્ઞને દિવસે કે હુતાશનીને દિવસે જેમ સમાજભરમાં અગ્નિની જ્વાલાઓ પેટાવી વાતાવરણને ઉખા વડે વિશુદ્ધ કરવાનું, તેમ શ્રાવણની સાતમને દિવસે ચૂલા સુધ્ધાં ઠારી, આખા વાતાવરણમાં અખંડ શીતલતાનાં આંદોલનો નિપજાવવાનું નકકી કર્યું હશે. ને એનું કડક પરિપાલન કોઈ અન્ય સત્તાથી. તો થાય નહિ, તેથી દેવી કલ્પાઈ. એ દેવીએ આગલી રાતે ઘરેઘર જઈને ચૂલાની રાખમાં આળોટી જોવું, એટલું સખત બંધારણ થયું. એનો ભંગ થાય તો શીતલા દેવીનો સુકોમળ દેહ સળગી જાય ને એ નિઃશ્વાસ નાખે. પોતાનો દેહ પીડા પામ્યો એટલે નિયમભંગ કરનારી માતાનું બાળક પણ કરમાયું. પછી દેવીને શરીરે શાંતિ શી રીતે વળી ? પેલી જનેતાનાં પરોપકારી કાર્યોથી. દેવીને શાંતિ વળી એટલે પેલું બાળક પણ ખીલી ઊઠ્યું. આવો સરળ ભાવ આ વાતમાંથી નિષ્પન્ન થાય છે. એ “શીતલા દેવી' કેવળ બાહરની શીતળતાનાં જ અધિષ્ઠાત્રી બનીને ન અટકતાં બાળકોનાં શરીરની આંતરિક ગરમીનું પણ શોષણ કરીને શીતળતા આપનાર વાત્સલ્યવતીને રૂપે પ્રકટ થઈ. સંભવ છે કે ગરમીને નિવારનાર અને બાળકોની સંભાળ લેનાર કોઈ ઔષધિને “શીતલા’ નામનું સજીવારોપણ કરવામાં આવ્યું હશે. આ દષ્ટિએ નિહાળતાં આ વહેમની પાછળ લોકોનું કંઈક વિજ્ઞાન કલ્પેલું હોવાનો સંભવ છે ખરો.

વાતાવરણ

નીતિ. શિયળ અને સ્વાર્પણની બાલભાવનાઓને દેવભાવ આરોપિત કરીને પોતાની સારસંભાળ લેનારું એક નાનું એવું દેવમંડલ સરજી, વર્ષના અમુક અમુક નક્કી કરેલ દિવસે લોકનારીઓ સ્થૂળ ખાનપાનના આનંદો તજતી, આત્મશુદ્ધિનું આંદોલન અનુભવતી, ગાતી ગાતી સ્નાન કરવા જતી: શાંત મનથી ટોળે વળી, કોઈ નદીતીરે, કોઈ દેવાલયને