પૃષ્ઠ:Kankavati.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રન્નાદેને એમની માએ પૂછવા માંડ્યું ને,
બોન, આપણે કોઈની તાવડી ખપે નહિ ને,
ભાખરી સારુ તાવડી માટે
સૂર્યનારાયણની માને ઘેર જાવ ને.
રન્નાદે તો સૂર્યનારાયણને ઘેર જાવ ને.
અમને તમારી તાવડી આલો ને,
બાંન, બાંન, તારે મોઢે વાત કરીએ તો તું શું જાણું રે !
તારી માને મોકલ ને !
રન્નાદે તો ઘેર પાછાં ગયાં ને,
મા, મા, મને ના કહીને,
બાંન, તું શરત ઓઢમાં શું જાણું ને
રન્નાદેની મા સૂર્યનારાયણને ઘેર ગયાં ને,
"તમારી તાવડી આલો ને."
"ત્યારે ભાંગી ઠીંકરી. લ‌ઉં દીકરી."
ત્યારે કહે, "વારુસ્તો ને."
હું રન્નાદેને મોકલું છું ને,
રન્નાદે તો તાવડી લેવા ગયાં છે ને,
રોટલા ઘડી તાવડી પાછી મોકલે છે ને,
આકાશમાંથી બે સાંઢિયા સૂર્યનારાયણે મોકલ્યા ને,
બીક લાગીને હાથમાંથી તાવડી સરી પડી ને,
ત્યારે રન્નાદે વીલે મોઢે ગયાં ને,
"મા, મા, તાવડી ભાંગી ગઈ ને."
"ત્યારે, બાંન કશી ફિકર નહીં ને,
શરતે પઠીશું ને."
ડોશી તો ડોશીને કહેવા ગયાં ને
"તમારી તાવડી ભાંગી ગઈ ને."
"ત્યારે બોલ્યાં હો તે કબૂલજો ને."
સૂર્યનારાયણ ઊગીને આવ્યા ને,
ભાઈ, તાવડી તો ભાંગી ગઈ ને,
તમારા તો વિવાહ થયા ને,
પૈઠણ થઈ ને,
વિવાહ નક્કી કર્યો ને,
સૂર્યનારાયણની મા તો કહેવા ગયાં ને,