પૃષ્ઠ:Kankavati.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
"મારા સૂર્યનારાયણ તો પરણવા આવશે ને."
"તમારી જાદવ કુળની જાન,
મારે કશી સગવડ છે નહિ ને."
"વડીઓ પાપડની સોરામણ રાખવી નહિ ને,
પીરસાં રાંધવાની સોરામણ રાખવી નહિ ને,
સૂર્યનારાયણ પાસે અક્ષેપાતર છે ને;
પાંચે પકવાન ઊભરાશે ને
નાતજાતો જમી રહેશે ને.
સૂર્યનારાયણ લગ્ન નિરધારી પરણવા આવ્યા ને,
એમને ઘેર તો તેત્રીશ કરોડ દેવ લઈને આવ્યા ને,
રન્નાદેને મંડપમાં પધરાવ્યાં છે ને;
ચારે મંગળ પરિપૂર્ણ થઈ રહ્યાં ને,
જાન તો ભાવતાં ને ફાવતાં જમે છે ને,
તેને કશી ન્યૂન નથી ને,
રન્નાદેની માએ મળી એવી યથાશક્તિ પહેરામણી આપી ને,
રન્નાદેને વિદાય કર્યા ને.
ત્યારે સૂર્યનારાયણ ઘેર આવ્યા ને,
ત્યારે તેમણે જ ઊગવા જવા માંડ્યું ને,
રન્નાદેએ કહ્યું: " સાકરનું પાણી પીતા જાવ ને.
મારે જમવાની છૂટી થાય ને."
"હું તો જગતનો પિતા કહેવાઉં ને
"મારે તો કીડીથી કુંજર સુધી પૂરું કરવાનું ને
"મારાથી જમાય નહિ ને."
સૂર્યનારાયણ તેમ કરી ઊગવા ગયા ને,
ત્યારે રન્નાદેએ વિચાર કર્યો ને
એ કીડી કુંજરને પૂરું કરે છે ને
આજે આપને નેટુ જોઈએ ને.
એક કીડી હશે ને,
જતી'તી ડાબલીમાં નાખી ને.
રન્નાદેએ નાહી ધોઈ ને ચોખાનો કપાળમાં ચાંલ્લો કર્યો હતો ને,
જેવી ડાબલી અડકાવા જાય છે
તેમ ચોખાનો દાણો ડાબલીમાં પડી ગયો ને,