પૃષ્ઠ:Kankavati.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો કોઈ પીપળાને છાંયે અથવા તો પોતાની ચો માનમાં, કશા બંધન વિના યા) પરંપરાથી કંઠસ્થ ચાલી આવતી વાર્તાઓ સાંભળતી, એ ક કહે ને અન્ય રા. કહેનારના કંઠની અંદરથી (સીંગ-સીંગ') લહેકા સાથે ને સુકોમળ ગ્રામ્ય વાણી , ઉપકથાઓનો પ્રવાહ ચાલી નીકળત. જીવનની શાંત સહિષ્ણુતાની સાથોસાથ . ઘમઘોરી રાતના અદમ્ય વીરત્વની એક તેજસ્વી પરીકથા સ્ત્રીઓનાં એવરતની પાળ ઊભી હશે ('એવરત-જીવરત' : 'કંકાવટી') એની જાણ થયા પછી અષાઢી, અમાસ જાગરણોની અર્થેશન્યતા ઊડી જઈને તેને બદલે બાલતત્ત્વ-વિચારનો આપણને ભાસ કરીને છે. ભોજાઈઓના ટુંબા ખાતી ખાતી પણ બહેન પોતાના ભાઈના ક્ષેમકલ્યાણનું વીરપસલી વ્રત કરે એ શું કોઈ સ્વાર્થહીન બાંધવતાના એમૂલ કાવ્ય સરખું નથી ભાસતું? જેને ‘નપીરી ! નપીરી !' કહી કુટુંબ આખાએ સામાન્ય ખાનપાનના સુખથી પણ વંચિત કરી મૂકી, એ પુત્રવધુની નિરાધાર દશા ટાળવા રાફડાનો નાગ-પરિવાર પિયરપદ સ્વીકારે એ નાગપાંચમની વ્રતકથાની અંદરથી કેટલું માર્દવ નીતરે છે ! (‘નાગપાંચમ' : “કંકાવટી

એવી એવી વાતો સાંભળીને અંતરમાં સુકુમાર ઊર્મિઓ અનુભવવી, એક જ ટાણે આહાર કરવો, ચકલાંને ચણ નાખવી, ધૂપદીપ કરીને ઘરની હવાને વિશુદ્ધ બનાવવી: બસ, લોકવ્રતોનાં દેવદેવીઓએ આથી વધુ મોટાં નૈવેદ્ય માગ્યાં નથી. તે સારા તત્ત્વની પડખોપડખ બૂરું તત્ત્વ પણ છે. વ્રતોના બદલામાં સોનારૂપાં ને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિની લાલચ બેહૂદી રીતે પાથરવામાં આવી છેકે ખરી. બધાં જ વ્રતોમાં કંઈ આત્માનો સંતોષ કે નિજાનંદ પ્રધાનપદે સ્થપાયો નથી.

વ્રતકથાઓની શૈલી

આ શૈલી તો અન્ય તમામ લોકકથાઓથી અનોખી જ રીતે ખીલેલી છે. આ શૈલી બનતાં સુધી તો એક શબ્દનો બલકે ‘તો' જેવા અનેક અક્ષરોનો પણ ફેરફાર કર્યા વગર શુદ્ધ કંઠસ્થ સ્વરૂપે જ ઝીલી લેવામાં આવી છે. એટલે આ શૈલીનાં મૂલ મૂલવવાનું સહેલ થઈ પડે છે. હિંડોળા ખાતી, ડોલતી ને ઝૂલતી એ વાક્યરચના જુઓ:

- ચોમાસાના લાંબા દા'ડા ! સૂતા સાપ ને બેઠાં વાણાં વાય ને.
- “ચાલો માદેવજી ચોપાટે રમીએ.”
- કે “આપણું હાર્યું જીવું કોણ કહેશે ?"
- “લઈ જાવ તોય આવું, ને નો લઈ જાવ તોય આવું, આવું ને આવું."

- એ એની દોલાયમાને વાકયરચનાનાં દૃષ્ટાંતો છે. એ રચનામાં કયાંયે કૃત્રિમતા કે અલંકારોના આડંબર નથી. અને તેમ છતાં તેમાં લોકજીવનની સ્વાભાવિક મિતભાષિતાને કારણે લાઘવની કલા સારી પેઠે વિકસિત થઈ છે. એનાં વર્ણનમાં વિપુલતા નથી, માત્ર ચમકાર ( ફુલેશીઝ') જ છે. દૃષ્ટાંત તરીકે –