પૃષ્ઠ:Kankavati.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પારણાં ને પાણિયારાં,
રસ સધ ને નવનધ થઈ ગઈ છે.
બેઠાં બેઠાં લખમીજી રેંટિયો કાંતે છે.
રાજાની કુંવરી તો રમતી રમતી આવી છે.
માતાજીને તો પગે પડી ગઈ છે.
બાઈ બાઈ બેન , ઊભી થા.
તુળસીની પૂજા કરતી જા.
તારે સૌ સરા વાનાં થશે.

રાજા શિકારે ચઢ્યો છે.
વડલાની વડવાયે ઘોડો બાંધ્યો છે.
જોબનવંતી અસ્ત્રી દીઠી છે.
રાજાએ તો માગું નાખ્યું છે.

કોરો ચૂડયો લાવ્ય,
લીલું પાનેતર લાવ્ય,
હું પરણાવું,તું હથેવાળે પરણી જા.

રાજા તો પરણ્યો છે,
વગડામાં રહ્યાં છે.
એને તો પાંચ પૂતર થયા છે.
રાજકરણ ,રવિકરણ,
દેવકરણ, વીજકરણ, સૂરજકરણ :

પાંચેય ભાઈ ભેળા રમે છે.
શોકયે તો દાસીને મોકલી છે.
ઝેરના પ્યાલા મોકલ્યા છે.
શીખવાડીને મોકલી છે.

રાજક્રણ ,રવિકરણ,
દેવકરણ,વીજકરણ, સૂરજકરણ !
તમારી મોટેરી માએ દૂધ સાકરના પ્યાલા મોકલ્યા છે.
આ લ્યો, પી જાવ.