પૃષ્ઠ:Kankavati.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કુંવરિયાની માએ પણ એમજ કીધું છે,
કે હું કાલીઘેલી કાંઈ ન જાણું.
તુળસીમાને ક્યારે મેલો.
તુળસીમા આલે ને કુંવર પીવે.

એરુ[૧] પરડોતરાં મટી ગયાં છે.
તુળસીમાએ સોનારૂપાનાં સાંકળાં કરી નાખ્યાં છે.
પાંચેય ભાઈઓએ પહેરી લીધાં છે.
પહેરીને હોંસે હોંસે રમવા ગયા છે.

જા જા દાસી, શું થયું છે?
રોતાં હોય તો રોવા લાગજે !

કૂટતાં હોય તો કૂટવા લાગજે!
દાસી તો જઈને જોઈ આવી છે.
ઈ તો એ રૂપાળા રમે
ધોળા ધોળા ફૂલ જેવા!
કારભારીએ તો વાત કરી,
એ એને તુળસી પરસન છે.
માથે તુળસીમાનો હાથ છે.
એ મરે એમ નથી.

અપરમાએ તો રથ જોડાવ્યો છે.
હવે તો વનમઆં હાલી નીકળી છે.
કારભારી ! કારભારી ! તુળસીના છોડવા ખેંચી કાઢો.
રાણીજી ! રાણીજી ! પચાસ દેતાં હો તો પાંચ દેજો!
પણ લીલાં ઝાડ મારાથી નહિ ખેંચાય.
લીલાં ઝાડમાં તો જીવ રમે છે.

રાનીએ તો કોદળી લીધી છે.
એ તો તુળસીને ખોદવા ઊતરી છે.
એક બે ને ત્રણ ટચકા કરે
ત્યાં તો રાફડામાંથી સરપ ફટકાવ્યો છે.
તુળસીમા કોપવાન થયાં છે.
બાઈનાં તો મરતુક નીપજ્યાં છે.

  1. બીજો પાઠ: પડકામ્નાં તો કડાં થઈ ગયાં છે. મેરુના તો ટુંપિયા થઈ ગયા છે.