પૃષ્ઠ:Kankavati.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બરાબર શ્રાવણ મહિનાની અમાસ, ને એમાં ભળ્યો છે, અંધાર! અંધાર !

અને ધરતી માથે તો પાણી ! પાણી ! પાણી કયાંય માતા નથી. અથવા તો સર્પદંશની અસર આટલા જ શબ્દોમાં સરસ રીતે સમેટાઈ નથી જતી ? –

વર કહે: મા, બાપા, મારી આંખે લીલાપીળાં આવે છે.

એમ કરતાં કરતાં તો આ વાર્તાકારની કલ્પના વધુ સુંદર રંગો પૂરતી થાય છે ,

બાઈ તો વિચારે છે કે અરે જીવ! આ મડાને જો જાનવર તાણશે તો બામણના દીકરાની અસુર ગતિ થશે. પણ હું શું કરું? કયાં લઈ જાઉ?

એમાં વીજળીનો એક અંજવાસ થયો છે ને એ અંજવારામાં આવેએક દેરું કળાણું છે.

વીજળીનો અંજવાસ રહે એટલી ઘડી બાઈ હાલે છે. વળી અંધારું થઈ જાય એટલે ઊભી થઈ રહે છે. વીજળીને સબકારે સબકારે બાઈ તો દેરાની દર સાંધે છે.

*

બાઈ તો નાઈ, ધોઈ, નીતરતી લટો મેલી, હાથમાં કંકાવટી લઈ સડેડાટ નદીને સામે કાંઠે દેરામાં જાય છે.

એટલાં સ્વાભાવિક સરળ વર્ણનમાં કથાકારે અષાઢી મધરાતના ચૂળ તેમજ સૂક્રમ અનેક ભાવોને જીવન કાવ્યમાં રેડી દીધા. એમ કરતાં કરતાં કોઈ વાર ગજગામિની તો કોઈવાર કુરંગ-શી ચપલા, કોઈવાર ફાળ ભરતી તો કોઈવાર રૂમઝૂમતી, એવી ગતિઓ બદલતી આ શૈલી પદ્યમાં પલટા લેતી જાય છે. અને તુલસી-વ્રત” ને “કાંઠાં ગોય' તથા સૂરજપાંદડું વ્રત'માં અપદ્યાગદ્યનું કલાવિધાન ખીલી નીકળ્યું છે. અલબત્ત, વાચનમાં એ. શૈલીની એકવિધતા પછી ખૂંચે છે ખરી !

શૈલીનું વૈવિધ્ય

ખૂબી તો એ છે કે આ કથા કહેનારીઓએ રૌલીની સ્થિતિચુસ્તતા નથી સ્વીકારી. ઘટનાઓ એની એ, મૂળ આકાર અવિચલ રહે, પરંતુ અંદર વર્ણનલાનું નકશીકામ તો. પ્રત્યેક કલ્પનાશીલ વાર્તાકારને કંઠેથી નિત્ય નિત્ય નવીનતા જ ધારણ કરી શકે છે. એની કૃતિમાં પ્રત્યેક વ્યક્તિગત કલાવિધાનનો ફાળો અપાતો જ જાય. ઉદાહરણ તરીકે, બોળચોથની કથામાં એક વાર્તાકાર એમ બોલશે કે -

ગામોટની ગા’ સીમમાં ચરતી'તી ત્યાં તો એને સત ચડવું છે. માથે પૂંછડું લઈને કાન પહોળા કરતી, ભાંભરડા દેતી, નાખોરાનાં ફરડકા બોલાવતી ગા’ વાજોવાજ ગામમાં દોડી આવે છે.

ત્યારે બીજો વાર્તાકાર એ જ પ્રસંગને આ રીતે જણાવે છે:

ગાય તો હાલી નીકળી છે. પેલે હીહોરે સીમાડે પૂગી છે, બીજે હીહોરે ઝાંપે પૂગી છે. ત્રીજે હીંહોરે વાછર પાસે પૂગી છે ને ચોથે હહોરે ગોરણીઓ પાસે પૂગી છે.