પૃષ્ઠ:Kankavati.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાંધ્યાં હતાં. એક એક ભેંસ ઉપર એકએક વહુ ચડી ગઈ છે. કપડાંનાં કછોટા માર્યા છે, એકે માથા પર ખીરનું પેડું લીધું છે. પેડા ઉપર સળગતો દીવો મૂક્યો છે.

ભેંસો ભડકી છે. ફળીમાં તો રમઝટ મચી છે. વહુઓએ દેકારો બોલાવ્યો છે.

સૂતી સાસુ ઝબકી ઊઠી છે. બહાર નીકળીને જોવે ત્યાં તો ભેંકાર રૂપ ભાળ્યાં છે.

"અરે માતાજી ! કોણ છો તમે ?"

"છીએ તારી કુળદેવ્ય !"

"તારે માથે શું ?"

"હાંડી !"

"ખાંઉં તારી ભેંસ ખાંડી !"

"અરે માતાજી, મારી ખાંડી ભેંસ તો સારામાં સારી. એને ન ખાજો."

"મારા હાથમાં શું ?"

"દીવો"

"ખાઉં તારો દીકરો જીવો !"

"અરે માવડી ! મારો જીવો દીકરો તો કમાઉ છે, એને ન ખાજો."

"તારી હાંડીમાં શું !"

"ડોયો."

"ખાઉં તારો દૉકરો ગોયો."

"અરે માતાજી ! ગોયો તો મારો કમાઉ છોકરો. એને ખમા કરજો."

"નહિ ખમા કરીએ. નથી જાવું. તું અગતો નથી પાળતી !"

નથી પાળતી અગતો,
નથી પાળતી સગતો !
તો માર ડોસો હગતો !"

ડોશીનો ઘણી તો હગવા બેઠેલો. એને એક વહુએ પાણો માર્યો છે. ડોસાએ આવીને કહ્યું કે, કુળદેવી રૂઠ્યાં છે, ઝટ એ કહે તે વાતની હા પાડી દે.

કે,' માતાજી ! જે જોવે તે માગીને હવે તમારે થાનક થાવ.

અઢી શેર ઘી અઢી શેર ગોળ દે.
દડું ઓઢીને સૂઈ જા.
ઈશ તો આંખે આંધળી થઈશ.
તારું કાંત્યું વીંછ્યું કપાસ !

ભેંસો હાંકીને વહુઓ તો ગામબહાર નીકળી ગઈ. ત્યાં પેટ ભરીને ખીર-રોટલી ખાધાં. ખાઈ કરીને પાછી આવીને ઘરમાં પેસી ગઈ.