પૃષ્ઠ:Kankavati.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સારીમાઠી ઊર્મિઓ

એવાં એવાં નાજુક કલાવિધાન કરીને નવપલ્લવિત બનતી આ કથાઓ કઇ છે વર્ષો સુધી અને સહસ સહસ માનવીનાં મુખેથી કહેવાતી આવી છે અને એના શબ્દોની સ્મૃતિ, ઉત્તરોત્તર અખંડિતપણે સચવાતી રહી છે, એના વાકયોની પાછળ લાખો આઈ. નારીઓના સારામાઠા ઊર્મિબળનો સંચય થયો છે. તેથી જ એ પ્રત્યેક વાતમાં બળ સિંચા, છે. ક્રિયાગ્રસ્ત જીવનપ્રવાહને સજીવ કલાર્દષ્ટિના હિલોળા લેવરાવતા લલિતભાવોની સાથોસાથ વહેમગ્રસ્ત સાંકડી મનઃસૃષ્ટિ પણ ઊભી થઈ હતી, છતાં અભ્યાસને કારણે એ ગ્રામ્ય શબ્દોની સૂગ ચડાવવી આપણને પાલવશે નહિ. ગ્રામ્ય કણબણને હરભવ ચણિયા ને કસુંબલ ચુંદડી ઉતરાવી, અમદાવાદી પોશાક પહેરાવવાથી તેનું સૌદર્ય શી રીતે સમજી શકીએ? અવનીન્દ્ર ઠાકુર બંગીય વ્રત સાહિત્યમાંથી એક દષ્ટાંત આપીને સમજાવે છે કે જો આ ગ્રામ્ય અને બાલીશ જણાતી વ્રત-ભાષાનું અંગ્રેજી ભાષાન્તર થાય તો તેમાંથી કોઈ કોઈ વાર વેદનાં સૂક્તો સરખું ગહન ગાંભીર્ય ગુંજી ઊઠે. અન્યત્ર એ દષ્ટાંત આપેલું છે.

વાર્તાઓના ભાવનાવિધાનમાં બીજી એક ગૂંથણી નજરે ચડે છે; વ્રતોની વિધિની અને પરિણામની વચ્ચે કોઈ વિલક્ષણ મેળ મેળવાયો છે. ઉદાહરણથી એ સચોટપણે સમજી શકાશે :

(1) વીરપસલીની કથામાં વ્રતને દિવસે વીરાની વાટ જોઈને બેઠેલી બહેન રેટિયો ફેરવે છે. ભાઈને આવતો ભાળતાં જ આનંદનો ઉમળકો ચડે છેઃ ત્રાગ તૂટી જાય છે: બહેનને હૈયે વહેમ પડે છે કે અરેરે ! મારા વીરની આવરદા ત્રુટી! લે, ત્રાગડો સાંધીને જ ઊઠું, એટલે વીરની આવરદા પણ સંધાય. પછી તો સાપના કટકાવાળા ઝેરી લાડવાનું ભાથું લઈને ભાઈ ઘેર જવા નીસરે છે : મનમાં થાય છે કે કોઈ નવાણ આવે તો ભાથું ખાવા બેસું ! પણ બહેને તો ત્રાગ સાધ્યો હતો ખરો ને, એટલે ભાઈની નજર સામે ચારેય દિશામાં ત્રાગડા ત્રાગડા જ દેખાય, રસ્તો દેખાય જ નહિ ! એથી કરીને ભાઈ એ ઝેર ભળેલું ભોજન જમવા બેસી શકયો નહિ. દરમિયાનમાં તો બહેને ભાઈને આંબી લીધો.

(2) શીતળાની કથામાં માતાજી દરેક દુ:ખી જીવનો પૂર્વજન્મ ઉકેલે છે તેમાં પણ જીવનની કરણી અને જીવનની ગતિ વચ્ચે સંવાદિત્ત્વ છેઃ

વેદવાન બ્રાહ્મણ : ચારેય વેદ કંઠે હતાં. પણ કોઈને સંભળાવ્યા નહિ: વિધા કોઠામાં સમાઈ જઈને સસડી ઊઠી : એટલે આ જન્મે મગરમચ્છ સરજાયો : ધગધગતી વેળમાં પડ્યો પડ્યો લોચે છે.
બે દેરાણી-જેઠાણીઓ : ખાટી અને મોળી છાશ ભેગી કરીને પાડોશીને દેતી. તેથી આ ભવમાં બે તળાવડીઓ સરજાઈ બેઉના પાણી પરસ્પર આવેજાવ પણ પંખીયે ઈ પાણી પીએ નહિ!