પૃષ્ઠ:Kankavati.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શબ્દકોશ

  • અગતો = છૂટી, અણોજો
  • અધ્યારુ = અધ્વર્યુ, પુરોહિત
  • અનરાધાર = ખૂબ
  • આકડો = એ નામનો છોડ
  • આગરીઘૂઘરી = ઘૂઘરી
  • આંજરાંપાંજરાં = પાંજરાં
  • એવાતણ = સૌભાગ્ય
  • ઓઢ = હોડ
  • ઓધાન = ગર્ભ
  • કટમકટા = કટ્ટર
  • કટૂડિયું = કુલડી
  • કમખો = સ્ત્રીનું કાપડું
  • કરડો = વીંટી
  • કાંસી = કાંસાની બનેલી ઝાલર
  • કૂર = ચોખાના ભરડેલ લોટનું બાફણું
  • ખલ = રેશમી કાપડનો ટૂકડો
  • ખાંડી = ખોડી, લૂલી
  • ખોડસું = લાકડું
  • ગરજાં = ગીધ
  • ગામતરે = પ્રવાસે
  • ગારગોરમટી = લીંપણની માટી
  • ગોળીટા = ગોળા
  • ઘણકો = લક્કડખોદ પક્ષી
  • જણી = દીકરી
  • જાઈ = દીકરી
  • ઝાલ = નાકનું ઘરેણું
  • ડોયો = ચાતવો
  • ઢસરડા = વેઠ
  • ઢાંઢો = બળદ
  • થાનેલા = સ્તન
  • દાડી = રોજની મજૂરી
  • ધનોતપનોત = ખેદાનમેદાન
  • નકરાં = એકલાં
  • નેટુ = પારખું

  • પરવટ = સાડલાનો છેડો કેડે ભરાવી ખોળો કરવો તે
  • પરિયાણ = (પ્રયાણ) તૈયારી
  • પાંભરી = ઉપરણી
  • પેડું = હાંલ્લું
  • પૈઠીશું = પળશું
  • પૈઠણ = જમાઈને પહેરામણી
  • બૂંગિયાં = પ્રચંડ અવાજવાળો ઢોલ
  • ભળકડું = પરોઢિયું
  • ભરોટા ઉલાળવા = ઘાસનાં ભરેલાં ગાડાં ગાયોને મોંએ ઠાલવી નાંખવાં
  • મનખા-દેઈ = મનુષ્યદેહ
  • મનખો = મનુષ્યોનાં ટોળાં
  • માલીપા = અંદર
  • મોકળાં = છૂટાં
  • મોઢવું = છાણાને ગોઠવીને છાણ વતી લીંપીને કરેલો ઢગલો
  • મોરિયો = ઘડો
  • રાવળ = મોટો માણસ
  • રાણ = રાયણ
  • રેડિયા જેવી = જાડી
  • રોદળો = ઢીલા શરીરવાળી
  • વડારણ = રાણીની દાસી
  • વાવડ = સમાચાર
  • વીંછીડા = પગમાં પહેરવાના વીંછિયા
  • વોકળિયું = મોરપગલાંની ભાત
  • શેડ્યું = ધારાઓ
  • સુખડી = મીઠાઈ
  • સાંઠીકડું = સળીકડું, સાંઠી જેવી
  • સોરામણ = સગવડ
  • હડફાં ખૂંદીને = જોશ કરીને
  • હાંફળીફાંફળી = વ્યાકુળ