પૃષ્ઠ:Kankavati.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પોતાની ઘંટીએ કોઈને દળવા ન દેનાર સ્ત્રી : મરીને સાંઢડી સરજાઈ: ગળે ઘંટીનું પડ બંધાયું છે. બાર ગાઉની સીમ ભટક્યા જ કરે છે.

બે પાડા બાઝયા જ કરે છે કેમ કે પૂર્વભવમાં એ બેઉ ગામ-પટેલો હતા.

આંબાના ફળ કોઈ ખાતું નથી. કેમ કે પૂર્વભવમાં એ વાંઝિયો શ્રીમંત હતોઃ કોઈને દાન-પુણ્ય નહોતું કર્યું.

લોકજીવનનું સમાજશાસ્ત્ર

તેના અમુક અંગો આરસી-શી વ્રતકથાઓમાં પ્રતિબિમ્બિત થઈ રહ્યાં છે. લોકસાહિત્ય અમુક સ્વાર્થી સંબંધોથી સરજાયેલું ન હોવાથી તેમનું પ્રત્યેક પ્રતિબિમ્બ તે તે કાળ તથા સ્થળને વફાદાર જ હોવું જોઈએ. દષ્ટાંત તરીકે શ્રાવણિયા સોમવારની કથામાં, પાપિષ્ઠા અપરમાએ નીંભાડામાં સંતાડેલો કુંભારણનો પુત્ર શોધવા જનારા રાજાએ પૂછ્યું: બાઈ બાઈ, તારો નીંભાડો ઉખેળવા દે. મારો તો સવા લાખનો નોંભાડો હું કેમ ઉખેળવા દઉં?" લે બાઈ, તારા સવા લાખના નીંભાડા માટે આ મારી અઢી લાખની હીરાની વીંટી.' એમ રાજા પણ એ આરોપીને ગુનો પુરવાર થયા પહેલાં હાનિ ન કરી શકે, એવો પવિત્ર આદર્શ મહેકતો હશે. રાજાની રાણીઓ કુંભારણનાં વ્રતને પોતાનાં વ્રત કરતાં પણ ચડિયાતાં સાંભળીને ઈર્ષ્યા નથી કરતી પણ ગાજતેવાતે અડવાણે પગે ચાલીને કુંભારણનાં વ્રત વધાવવા જાય છે, એમાં પણ રાજત્વનું સ્વરૂપ જોવાય છે. વનડિયાની વાર્તામાં રાણીઓથી પણ જ્યારે દેવળ પરનું સોનાનું ઈંડું ન ચડી શક્યું ત્યારે સતની અવધિ આવી રહી મનાઈ. એટલે કે રાજાની રાણીને શિર તો શિયળની સર્વોપરી નિર્મળતા સેવવાની જવાબદારી હતી. સાથે સાથે ધ્રો આઠમ'ની છેલ્લી કથામાં રાજાને પૂરો બેવકૂફ પણ આલેખ્યો છે. પોતાની રાણીને પ્રસવમાં સાવરણી-મૂંથિયાં આવ્યાં એવું માની લેનારી ગંડુ મનોદશાની ત્યાં ઠેકડી. કરવામાં આવી છે.

રૂઢિમુક્ત સજીવતા

હવે આચારની ચુસ્તતા સામે પણ જરૂર પડતાં એ સમાજ કેવી છૂટ લેતો હશે તેનું ઉદાહરણ વિચારીએ. સામાન્ય રીતે ધાર્મિકતાનો અતિરેક નિર્જીવ આચારોનું પણ કારાગૃહ સરજે છે. હવે આંહીં જુઓ. પરુષોત્તમ માસની કથામાં, આચારોનું કડક પાલન કરનારો ખુદ બ્રાહ્મણ પણ કહે છે કે: “કન્યાના ત્રણ ફેરા આ પોથી સાથે ફેરવી લઈ, ઘરે તેડી જાઉં અને ચોથો ફેરો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશ'.

રૂઢિગ્રસ્ત ગણાતા નારીહૃદયમાં સમાજસુધારણાની આવી મુક્ત લહરી પણ વાતી હશે. એવો જ એક પ્રસંગ વીરપસલીમાં આવે છે; વ્રત કરતી એ અભાગણી પતિત્યક્તા બહેનને, રોજ નાહી દેવતા પર ધૂપ કરી પછી જમવું, એટલો વિધિ કરવાનો હતો, પરંતુ એ સ્નાન કરવા જાય એટલે પાછળથી એની કુટિલ ભોજાઈઓ, ચૂલા માંયલો અગ્નિ