પૃષ્ઠ:Kankavati.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પીપળાને પાને કહેવી
કુંવારીને કાન કહેવી
તુલસીને કયારે કહેવી
ઘીને તો દીવે કહેવી
બામણને વચને કહેવી
સૂરજની સાખે કહેવી.

આટલા શબ્દોમાં જ આર્ય ગૃહજીવનની શાંત વિશુદ્ધિનો – મરજાદી ચોખ્ખાઈનો નહિ - સર્વાંગસુંદર આભાસ થઈ જાય છે. આપણી આસપાસ જાણે એ જીવનશુદ્ધિની. સુવાસ ફરે છે. અને એ વ્રતનું ઉજવણું પણ સાદુંઃ વ્રતની પાછળ રહેલી કામના શુદ્ધ સાંસારિક: કોઈ દેવને વસમી ન પડે તેવી:

પે′લે વરસ લાડવો ને ઘાડવો
આવે ચોખો જનમારો
બીજે વરસ મગનું કૂંડું
આવે રે એવાતણ ઊંડું
ત્રીજે વરસ સાળ સૂપડું
આવે રે સંસારનું સુખડું
ચોથે વરસે ચરણાં ચોળી
આવે ભાઈપૂતરની ટોળી
પાંચમે વરસે ખીરે ખાંડ ભર્યા ભાણાં
આવે શ્રીકૃષ્ણનાં આણાં.

સાચાં ને સ્વાભાવિક બંગાળી કુમારિકા-વ્રતોમાં પણ આવી રીતે કૌટુંબિક જીવનની જ માંગણી હોય છે. [૧] કુટુમ્બજીવનની એ પ્રીતિને જાણે કે પ્રકૃતિના ધાવણમાંથી જ ધાવતી ગુર્જર કન્યાઓ ગાતી –

ગોવિંદજી રે તમે આરી દેજો ઝારી દેજો
ગોઠડીએ બે બેવું દેજો
આણે પરિયાણે વીરોજી દેજો.
રાંધણીએ વવારુ દેજો
પીરસણે માતાજી દેજો
પાટલે જમવા બાપ દેજો
ભેળો જમવા ભતરીજો દેજો !

પોષી પૂનમના વ્રતમાં પણ પ્રકૃતિપૂજન અને કૌટુંબિક મમતા કાવ્યની વાણી માટે વ્યક્ત થાય છે. આઠ-આઠ વર્ષની કન્યાએ નદીએથી સ્વહસ્તે માંજીને નાનું બેડું ભરી -

  1. બંગાળી સેંજૂલી વ્રતમાં તો કન્યાને મુખે સચોટ માગણી મૂકી છે : હે હર શંકર, દિનકર નાથ, કંખનો ના પડિ જેને મૂર્ખર હત.