પૃષ્ઠ:Kankavati.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે[ઓ પેલા દેખાય મોટા મોય મહેલ,
એ તો બહેન સૂરજની માતાના મહેલ.
સૂરજની મા! સૂરજની મા! બારે બેસીને તે શું કરે રે,
ઘોડલાંની જોડ, ઘોડલાંની જોડ,
આવે ચડીને તારો બેટડો રે.]

ત્યાર પછી વસન્તઋતુની ચંદ્રકલાની સાથે સૂર્યના પ્રણયનું એક રૂપક જોઈએ:

ચંદ્રકલા માધવેર કન્યા, મોલિયા દિછેન કેશ,
તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન નાના દેશ.
ચંદ્રકલા માધવેર કન્યા મેલિયા દિછેન સાડી,
તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન બાડી બાડી.
ચંદ્રકલા માધવેર કન્યા ગોલ ખાડુઆ પાય,
તાઈ દેખિયા સૂર્ય ઠાકુર બિઆ કરતે ચાય,

[માધવની કન્યા ચંદ્રકળા મોકળા મલે કેશ,
એ દેખીને સૂરજ રાણો ભમે દેશે દેશ.
માધવની કન્યા ચંદ્રકળા પાલવ મેલે છૂટો,
એ દેખીને સૂરજ રાણો ઘરઘર હી? જોતો.
માધવની કન્યા ચંદ્રકળા પહેરે રૂપા-કાંબી,
એ દેખીને સૂરજરાણે વિવાની રઢ માંડી.]

હવે, વેદનાં સૂક્તોનો અંગ્રેજી ભાષામાં સુંદર તરજૂમો થયો છે. અને આ વ્રતનું જોડકણું તો બાપડું ચાલુ બંગાળી ભાષામાં છે, તેથી કરીને વેદનું સૂક્ત લાગે છે જરા ગંભીર, ને વ્રતનું જોડકણું લાગે છે છોકરાની રમત જેવું! પણ જો એનોયે અંગ્રેજી તરજૂમો કરીએ તો એ બન્નેમાં એક જ વસ્તુ દેખાશેઃ

Young Moon, daughter of the spring, has untied tresses, and the sun goes seeking her through many lands. Spring's daughter the young Moon has unfolded her silver robe and the sun peeps into many houses seeking her. The Slender Moon, the Spring's lovely maiden is wearing the silver anklet, seeing which the Sun seeks her union in marriage

પ્રાચીનતા

પરંતુ તે પરથી કાંઈ એમ ન કહી શકાય કે પુરાણોને તોડીને શાસ્ત્રીય વ્રતો બનાવ્યા છે, તેમ વેદોને છૂંદીને આ મેયેલી વ્રતો' સરજ્યાં છે, કેમ કે તમામ પ્રાચીન જાતિઓના ઈતિહાસમાં જોઈ શકાય છે કે, શું મિસરમાં, શું મેક્સિકોમાં કે શું ભારતવર્ષમાં, અસલનો માનવી વાયુ. સૂર્ય અને ચંદ્રમા વગેરેની ઉપાસના કરતો હતો. બન્યું છે એવું કે એક તરફથી ભારતવર્ષમાં પ્રવાસી રૂપે આવેલા આર્યોની વ્રતવિધિઓ ચાલતી હતી અને બીજી બાજુ