પૃષ્ઠ:Kankavati.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભારતવર્ષના અસલ નિવાસીઓનાં વ્રતો ચાલતાં હતાં, એક તપોવનની છાયાનો આ લીધો હતો અને બીજા નદીતટ પરનાં નાનાં ગામડાંના શાન્ત ઝૂંપડામાં રહેતાં, આ પતા પ્રવાસી અને નિવાસી બંને પ્રજાદળની અંદર રહેતી હતી. હિન્દુ જાતિ કે જેણે સમસ્ત દેવતા, અંદર વેદના દેવતાઓને જ વિરાટ દેખ્યા, અને જેમણે ભારતવર્ષની અસલ નિવાસી પ્રજ હૃદય પર તેઓની સમસ્ત રહેણીકરણી ને વિચારણાની સ્વતંત્ર રૃર્તિ દબાવી દઈને પોતાના જ આચારવિચારો છાપી દેવાનો આગ્રહ ધરાવ્યો હતો. વેદ ને પુરાણ, અને પુરાણોથી પુરાણાં જે આ લોક-વ્રતો, એ બન્ને બે મહાન પ્રજાઓના પ્રાણની મહકથાઓ છે.

પૃથ્વીનું મમત્વ

આર્યો અને આર્યોના પૂર્વગામીઓ' એ બન્નેનો સંબંધ પોતાની જન્મભૂમિ આ પૃથ્વીની જ સાથેનો હોવાથી બન્ને પ્રજાની મનોકામનાઓ પણ ઘણુંખરું આ પૃથ્વીની જ સાથે જોડાયેલી છે, એટલે કે ધન, ધાન્ય, સૌભાગ્ય, લાંબું આયુષ્ય - એવી તમામ ધરતીની વસ્તુઓ સાથે જ તેઓનો આત્મા જડાયેલો દેખાય છે. આ વાત તેઓનાં વ્રતોમાં છુપાયેલી છે. ઉદાહરણ તરીકે વેદના સૂક્તો વાટે પુરુષોએ ચાહના પ્રગટ કરી કે

'ઈન્દ્ર અમને સહાય આપો ! એ અમને વિજય અપાવો ! શત્રુઓ દૂર નાસી જાઓ !' ઈત્યાદિ.

અને બંગાળી વ્રતો વાટે નારીજાતિના પ્રમાણે યાચના કરી કેઃ

રને રને એવો હવે
જને જને સુય હવા
આકાલે લક્ષ્મી હવ
સમયે પુત્રવતી હવ

હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રગટ થયેલ પરલોક-ફળની વાંછના જુઓ:

વસુમાતા દેવી ગો! કરી નમસ્કાર
પૃથિવીતે જન્મ જેન ના હય આવાર!

પૃથ્વીની વસ્તુઓ પરના આ ઘોર વૈરાગ્યની અંદર જે અસ્વાભાવિક પ્રાર્થના અને કલ્પના છે, તે નથી વેદની, વા તો નથી વ્રતોની. વેદનાં સૂક્તો અને વ્રતોનાં જોડકણાં બને આપણી રૂપકથા માંહેલા ગરૂડપંખી અને ગરૂડપખણી સાથે સરખાવી શકાય. બને પૃથ્વી પરનાં છે, છતાં વેદનાં સૂક્તો ઉન્મુક્ત ને સ્વતંત્ર છે; અરણ્યની નીલિમા પર આસમાનમાંથી વરસતા નર-પંખીના ગાન સરખાં છે; વિશાળ પૃથ્વીના વિહારી એ પુરુષકંઠના લલકાર સમાં છે, જ્યારે વ્રતોનાં જોડકણાં, જાણે કે માળામાં બેસીને લીલી ઘટાના અંતરાલમાંથી ગાતી પંખણી માદાના મધુર કિલકિલાટ સરીખાં છે. છતાં બને ગાન આ ધરતીના જ સૂરમાં બંધાયેલાં છે.