પૃષ્ઠ:Kankavati.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વળીને તોષલા વ્રત' ઊજવવા ખેતરો તરફ ચાલી નીકળી અને ત્યાં જંગલી ફ્લો વડે હતનો આ રીતે આદર થયો હશે; પ્રથમ તોપલા (સંતોષ દેનારી, ધાન્ય દેનારી) દેવીનું આવાહન કરે છે:

તૂષ તૂષલી, તૂમિ કે
તોમાર પૂજા કરે જે
ધને ધાન્ય બાડન્ત
સુખે થાકે આદિ અંત

[તોલા દેવી, કોણ છો તમે ?
તમારી પૂજા જે કરે
ધને ધાને અભરે ભરાય
જીવતાં સુધી સુખી થાય.]

પછી વ્રત-સામગ્રી વર્ણવાય છે:

ગાઈયેર ગોબર, સરપેર ફૂલ
આસન પિડિ, એલો ચૂલ
પૂજા કરિ મનેર સુખે
સ્વર્ગ હતે દેવી દેખે

[ગાયનું છાણ, સરસવનાં ફૂલ
બાજઠ બેસી, છૂટે કેશ
પૂજા કરીએ મનને સુખે.
સ્વર્ગેથી જગદમ્બા દેખે.]

'બાજઠ બેસી છૂટે કેશ: મેક્સિકોની રમણીઓ છૂટે કેશે” જે વ્રત કરે છે તેની આ પ્રતિછબી મળે છે. પછી કન્યાઓ પોતાની મનવાંછના જણાવે છે:

કોદલ-કાટા ગન પા'વ
ગહાલ-આલો ગુરુ પા'વ
દરબાર-આલો બેટા પા'વ,
સભા-આલો જામાઈ પાવ
મેજ-આલો ઝિ પા'વ
આડિ-માપા સિરૂર પાવ

[કોદાળીએ ખોદાય એટલું ધન દેજો !
ગમાણ-દીવો ગોધલો દેજો !
દરબાર દીવો દીકરો દેજો !
સભા-દીવો જમાઈ દેજો!
મેજ-દીવો દીકરી દેજો !
માણું પાલી હિંગળો દેજો!]