પૃષ્ઠ:Kankavati.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે[2]

['કંકાવટી' (મંડળ 2)નો પ્રવેશક: 1936]

શ્રી બલવંતરાય ઠાકોરનું એક પ્રિય કથન છે : દીવે દીવો પેટાય.

લોકસાહિત્યના મારા સંશોધનકાર્યનો પણ એવો જ ઇતિહાસ બની ગયો. વ્રતસાહિત્યનો પ્રદેશ એક દિવસ સુરતમાં શ્રી દયાશંકર ભટ્ટને ઘેર જરીક ઝબકી ગયો ઘેર જઈને મેં મારાં પડોશણ ડોશીઓને એ પ્રદેશના વાવડ પૂડ્યા. એમણે લખાવ્યું ) મેં લખ્યું. નાની છોકરીઓ ઘેર ઘેર ફરતી જે બડબડી જતી, તે મેં લખ્યું.

ડોશીશાસ્ત્ર કહીને!

એ સર્વનું કંકાવટી' નામ પાડીને જ્યારે પ્રગટ કરવાની તૈયારી હતી, ત્યારે લોકસાહિત્યના એક રસિક અભ્યાસીએ જ મને બીવરાવ્યો: ‘ગીતો-વાર્તાઓના તારા આજ સુધીના સંગ્રહો તો સન્માન પામ્યા, પણ આ ચોપડી બદલ તો લોકો તારાં પીંછડાં પીંખશે !

આ બનેલું ભાવનગરમાં. તે પૂર્વે પાંચ-સાત વર્ષો પર ત્યાંના એક આર્યસમાજી ભાઈએ ડોશીશાસ્ત્રમાં રહેલા પાખંડ પર સતા પ્રહારો કરતી એક નાની ચોપડી લખી છપાવી હતી તે પણ મારા લક્ષ પર મૂકવામાં આવી. મેં તેમાં આ જ વ્રતોની મજાક દીઠી. પેલા સ્નેહીએ બતાવેલો ડર મારા પર અસર કરી ગયોય ખરો.

ઇતિહાસનો દીવો

પરંતુ એ ડર કરતાં મારી સંશોધનવૃત્તિ વધુ સબળ નીવડી. મને લોકસાહિત્યમાં શ્રદ્ધા હતી; ધર્મનો હું પ્રેમી નહોતો. લોકસાહિત્યને હું સમાજના હજારો વર્ષના જીવનઇતિહાસને અજવાળનાર એક દીવો માનતો હતો.

આજે પણ એ મારી માન્યતા છે. એ માન્યતા આજે તો જોરાવર બની છે. ઈ.સ. 1924-25માં આ ક્ષેત્રની તપાસ અન્યત્ર થઈ રહેલ છે તેની મને જાણ નહોતી. એક દશકા પૂર્વે આ લોકસાહિત્યને અને આ લોકવિદ્યાને સાહિત્ય અથવા ઇતિહાસને ત્રાજવે ચડાવનાર કોઈ હતું નહીં. આજે એની તુલા મંડાઈ છે. એ તોળાયું છે. એનો તોલ ન ઉવેખી શકાય તેવો નીવડ્યો છે.

કંકાવટી'નું પ્રકાશન એ આંતરગત આસ્થાને જોરે કરાવ્યું, ને મને દેખાડવામાં આવેલો ડર જૂઠો પડ્યો. કંકાવટીનું સાહિત્ય સાહિત્ય તરીકે પ્રત્યાઘાતી ન બન્યું. એ સાહિત્યનો સાહિત્ય હિસાબે તેમ જ આપણા લોકસમૂહના સંસ્કાર-વિકાસના ઇતિહાસને