પૃષ્ઠ:Kankavati.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિસાબે ઉકેલ સૂચવનારી મારી દષ્ટિ મેં મારા વિસ્તૃત પ્રવેશકમાં મૂકી હતી. એ દષ્ટિ સન્માન પામી.

ગુજરાતના પ્રયત્નો

– ને દીવે દીવો પેટાય! સૌરાષ્ટ્રના પ્રતિઘોષ ગુજરાતમાં પડ્યા હતા. ઉમરેઠમાં. તે વખતે ગૂજરાત વિદ્યાપીઠનું એક નાનું યુવકમંડળ હતું. એ મંડળના મુખ્ય સંચાલક ભાઈશ્રી ઈદુલાલ ભટ્ટ હતા. પોતાનાં સાથીજનોને ભાઈ ઇન્દુલાલે લોકસાહિત્યની શોધમાં પ્રેર્યા. ચરોતરમાં જીવતાં રહેલાં ગીતોનો સ્વચ્છ સુંદર સંગ્રહ કરીને તેમણે મારા હાથમાં સોંપ્યો.

ઈ.સ. 1928ની આ વાત. આઠ વર્ષો સુધી એ સંગ્રહ મારી જોડે રટતો ને પાછો ઝાપટાતો સ્થળે સ્થળે આથડ્યા કર્યો. પ્રગટ કરવાના સુયોગો મને ન મળ્યા તે ન જ મળ્યા. ચારેક મહિના પર મેં એ હસ્તપ્રત ભાઈ ઇંદુલાલને પાછી આપી.

પરંતુ કંકાવટી’ના લોકસાહિત્યને હજુ હું ખલાસ નહોતો કરી શક્યો. પે ટીપે મારી પાસે નવી સામગ્રી ઉમેરાતી હતી. વચગાળાનાં વર્ષોએ મારી પાસેથી બીજી કેટલીક પ્રવત્તિઓ માગી લીધી. પણ આજે પાછા ફરી વાર લોકસાહિત્યના કાર્ય પ્રત્યેનું મારું અધૂરું રહેલ ઋણ ચુકાવવા મારી. ‘હરિની હાટડી' માંડું છું ત્યારે મારા જૂના સંઘરામાંથી ગુજરાતની બે વસ્તુઓ નીકળી આવે છે. એક તો ભાઈ ઇંદુપ્રસાદે આઠ વર્ષ પર મોકલેલી બે વ્રતકથાઓ : ગાયવ્રતની કથા, : સૂરજ-પાંદડું વ્રતની કથા, અને બીજી તે, તે વખતના ગુજરાત વિદ્યાપીઠના, શ્રી કાકા કાલેલકરના સંસ્કાર-રંગે રંગાએલ ભાઈ ઇન્દ્રપ્રસાદનો ટૂંકો લેખ (લોકજન્ય સમાજશાસ્ત્ર), એ લેખ પ્રકટ કરું છું, પણ તેથી હું ભાઈ ઈન્દ્રપ્રસાદની વિચારસૃષ્ટિને આજે આઠ વર્ષે જરીકે બાંધી લેવાનો ઇરાદો નથી રાખતો.

મુનિવ્રત ને મેઘરાજાનું વ્રત પણ મને ગુજરાતમાંથી મળ્યાં છે.

એક ડોશીમા

છેલ્લે પણ દીવે દીવો કેમ પેટાયો તે જણાવી લઉં. વિલેપારલેમાં એક જ ઓસરીએ રહેતા અમારા ઘરમાલિકનાં બુઢાં મા મળી ગયાં. એ માએ જેમ –

બટકુંક રોટલો
ઘીનું ઘી
નાચ રે નાનકા
રાત ને દી.

અને

આજ મારો નાનકો
નાચ્યો નથી
કૂદ્યો નથી
કડ્યની ઘૂઘરી વાગી નથી.