પૃષ્ઠ:Kankavati.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વાતવાતમાં છવાઈ જતી, પગલે પગલે પાતક કલ્પતી ઉલ્લાસહીન અને ઊર્મિજ ધર્મચુસ્ત નારીઓ. એને જુઓ તો જાણી લેજો કે એ છે વ્રતરાજનાં ફળ. અનેક શાસ્ત્રો-પુરાણોનું સંશોધન કરીને સંવત 1793 સિન 17377માં એ બનાવેલું છે એવું એની પ્રસ્તાવના બોલે છે. એની પોણા ચારસો પાનાંની શાસ્ત્રોક્ત વ્રત-સામગ્રી જોઈ જતાં આપણને સમજ પડે છે કે શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરે લોકવ્રતો તેમ જ શાસ્ત્રીય વ્રતો વચ્ચે દોરેલી તુલના કેટલી સચોટ છે. પણ શ્રી અવનીન્દ્રનાથે નથી ચર્ચા તેવી કેટલીક વાતો અહીં ફોટ માગે છે. વ્રતો કોણ કરી શકે ? વ્રતનાં અધિકારી કોણ ? વ્રતરાજ ગ્રંથનું અવતરણ લઈએ:

વ્રતનાં અધિકારી

“સ્કંદપુરાણમાં વચન છે કે હે રાજનું! પોતાના વર્ણના તથા આશ્રમના આચારમાં તત્પર, શુદ્ધ મનવાળો, લોભરહિત, સત્યવાદી, સર્વ પ્રાણીઓના કલ્યાણમાં તત્પર જે પુરુષ હોય તે વ્રતનો અધિકારી કહેવાય છે.” વગેરે વગેરે.

લોકવ્રતોમાં આરપાર નીકળી જાઓ. ત્યાં કોઈને માટે પ્રવેશ-નિષેધ નથી. કોઈ શરત નથી. કોઈ બંધન નથી, મનુષ્ય તો વ્રત કરે છે, પણ વાંદરી (જુઓ “જીકાળિયો: “કંકાવટી') અને પંખીઓ (જુઓ ‘ઘણકો-ઘણકી': કંકાવટી') પણ કરી શકે છે, વાતો કરે છે એટલું જ નહિ પણ માનવીઓના અધિકારો પર તે પશુપંખીડાં સરસાઈ પણ ભોગવે છે એવો એમાં ધ્વનિ મુકાયો છે.

પતિની રજા

શાસ્ત્રાધારે રચાયેલ ‘વ્રતરાજમાં લખે છે કે વ્રત કરવાનો સ્ત્રીઓનો પણ અધિકાર છે. પરંતુ ત્યાં તો મર્યાદાઓ મુકાઈ છે: “સુવાસિની સ્ત્રીઓને પતિ વગેરેની આજ્ઞા વિના વ્રતનો અધિકાર નથી'. મદરત્નમાં માકડય પુરાણનું વચન: પતિની, પિતાની વા પુત્રની આશાથી સર્વ વ્રતમાં અધિકાર પ્રાપ્ત થાય છે, કારણ કે સ્ત્રી પતિની અનુમતિથી વ્રત વગેરે સર્વદા કરે એમ કાત્યાયનનું કહેવું છે. જે સ્ત્રી પતિ જીવતા છતાં ઉપવાસ વ્રત કરે છે તે સ્ત્રી પતિનું આયુષ્ય હરે છે ને પોતે નરકમાં પડે છે. લોકવ્રતોની પરંપરા આવો કોઈ પણ સંકોચ દાખવતી નથી. એક પણ આવો પ્રસંગ આટલાં લોકપ્રતોમાં નથી મળતો કે જ્યાં સ્ત્રી સ્વામીની રજા લેવા ગઈ હોય. લોકવ્રતોનું એ મૂગું ઔદાર્ય છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના અધિકાર-ભેદની બનાવટ એમાં પેઠી નથી. એટલું જ નહિ પણ લોકોક્ત કોયલ વ્રતમાં તો સ્ત્રી ધણીને પથારી સુધ્ધાં ન કરી આપે એટલી હદે વતિની સ્ત્રી સ્વાધીન બને છે.

ન કરવાની સજા

“ગ્રહણ કરેલું વ્રત ન કરે તો તેના સંબંધમાં મદનરત્નમાં છાગલેય કહે છે કે જે પુરુષ પ્રથમ વ્રતનું ગ્રહણ કરી પછી ઈચ્છાથી વ્રત ન કરે, તે જીવતો ચાંડાલ થાય છે