પૃષ્ઠ:Kankavati.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


નાતી આવે ધોતી આવે
જળની ઝારી ભરતી આવે
ગાય માને પૂજતી આવે
ફરતી ગાય ધરાવતી આવે

એવી કોળી કન્યાના બાળને:

ગાય મા ધવરાવે છે
તુળસી માં ઉછેરે છે
પીપળો પાળે છે
સૂર્યનારાયણ સાચવે છે
ધરતી મા રક્ષણ કરે છે.

લોકવ્રતોમાં ગર્ભિણી-રોગિણીનેય માટે કશો પ્રતિબંધ નથી.

કુમારિકાના હક્કે

સૌથી વધુ વિસ્મયકારી તો કુમારિકા સામેનો પ્રતિબંધ છે. શાસ્ત્રોક્ત વ્રતો કરવાની જે કુમારિકાઓને મનાઈ છે, તે જ કુમારિકાઓના હાથમાં તો લોકવ્રતોની આખી કંકાવટી રમી રહેલ છે. દેવદેવીઓના દ્વાર વહેલામાં વહેલી પરોઢે ખખડાવનારી આ કુમારિકાઓ, શું બંગાળામાં કે શું ગુજરાતમાં, સમસ્ત સમાજના વાતાવરણને પોતાની નિર્દોષ મનવાંછનાઓથી ને ભવહીન ત્રાસહીન દેવભક્તિથી મહેક મહેક કરી મૂકે છે. બંગાળી, કન્યાઓ તો પોતાની માના ખોળા માટે પણ દીકરા માગતાં અચકાતી નથી. વસુધારા વ્રતમાં -

આમાર માર કોલે દેખિ અષ્ટ સોના
આટ ભાઈ પેલેમ જેન ચાંદેર કોના

[મારી માને ખોળે આઠ સોનૈયા જોઉં છું. ચાંદાના ખૂણા જેવા આઠ ભાઈઓ મને સાંપડ્યા.]

મા જેન વિયોય ચાંદપાના બેટા!

[માં મારી જણજો ચાંદા જેવો પૂતર !]

ગુજરાતી કન્યાઓ પોતાના વીરને માટે ગોરડી ગા' ને વાંકડો ઠાંઠો માગે છે. પોતાને માટે “સવાદિયો સસરો' ને “ભુખાળવાં સાસુ માગે છે. ગણાગોરના વ્રતમાં કન્યાઓ પોતાના અંતરનું અભીપ્સા-ચિત્ર આ રીતે આંકે છેઃ

આગરીએ ઘૂઘરીએ
ગોર્ય શણગારી
બાપે બેટી