પૃષ્ઠ:Kankavati.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખોળે બેસારી
કિયો વર કિયો વર
કિયો વર ગમશે?

પિતા પોતાની જોડે વરની પસંદગીની ચર્ચા કરે, એવી વાંછનાનાં વ્રતો રમતી કન્યા આપણી વ્રતસૃષ્ટિને હળવી હળવી છતાં કેટલી અર્થભરી બનાવી મૂકે છે!

બંગાળી કન્યા પણ માગે છેઃ

ગિરિરાજ બાપ ચાન
મેનકાર મત મા ચાન
રાજરાજેશ્વર સ્વામી ચાન
સભાઉજજ્વલ જમાઈ ચાન
નિત્યાનંદ ભાઈ ચાન

ને એ તો વીરની પત્ની બને છે. રણાંગણથી પતિનું ક્ષેમકુશલ પાછા આવવું વાંછે છે:

પાકા પાન વર્તમાન
આમાર સ્વામી નારાયન
જખન જાવેન રને –
નિરાપદ ફિરે
આસે જેને ઘરે

એટલું જ બસ નથી, આપણી છોકરી જેમ -

ગોર મા ગોર મા રે
કંથ દેજો કહ્યાગરો !

કહેતી ઊભી રહે છે, તેમ બંગાળી કન્યા પણ સેંજતી-વ્રતની અંદર પ્રાર્થના કરે છે કે:

હે હર શંકર, દિનકર નાથ!
કખનો ના પડિ જેન મૂર્ખર હાત.

[હે પ્રભુ, હું કદાપિ મૂર્ખને હાથ ન પડું એટલું વરદાન દેજે.]

વૈધવ્યના ચિતાર

અરુંધતી વ્રતમાં વૈધવ્યનો ત્રાસજનક ચિતાર છે: ઋષિપંચમીના વ્રતમાં રજસ્વલા સ્ત્રીને વિશે આવું કમકમાટી ઉપજાવનારું વર્ણન છે કે તે રજસ્વલા હતી છતાં તેણે ઘરમાં પાત્ર વગેરેને સ્પર્શ કર્યો હતો તે પાપથી આ પુત્રીના શરીરમાં કીડા પડી ગયા છે. હે પ્રિયે! રજસ્વલા સ્ત્રી પહેલે દિવસે ચાંડાલી, બીજે દિવસે બ્રહ્મચારી, ત્રીજે દિવસે ધોબણ અને ચોથે દિવસે શુદ્ધ થાય છે. હે પ્રિયે! આ પુત્રીને એક તો રજસ્વલાનું પાપ લાગ્યું અને એ પુત્રી શુદ્ધ થઈ ત્યારે એણે સખીઓને વ્રત કરતી જોઈ તેનો અનાદર કર્યો તેથી બીજું પાપ લાગ્યું. તેથી તેના શરીરમાં કીડા પડી ગયા છે' ('વ્રતરાજ)