પૃષ્ઠ:Kankavati.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બુધાષ્ટમીનું વ્રત કરનારી શ્યામલા એ વ્રતનું પુણ્ય પોતાની માને આપે તો જ ટે.

નહિ નહિ, એ ભાવના લોકવ્રતોની નથી.

આટલા માટે જ શું લોકવ્રતોની દુનિયામાંથી બ્રાહ્મણને કાઢી મૂકવામાં આવેલ નથી લાગતો ? સ્ત્રીઓને વેદ વાંચવા-ભણવાની કે ઋચાઓ ને મંત્રો બોલવાની મના હતી તેની સામે આ મૂંગો બળવો તો નહિ હોય? સ્ત્રીઓએ અને પ્રાકૃત જનોએ પોતાની જાણે પોતાનું જ દેવમંડલ સરજી લીધું. પાપ-પુણ્યના દોષાદોષના ખ્યાલો પણ નિરાળા નક્કી કર્યા, જીવનમાં પડતી આંટીઘૂંટીઓના ઉકેલ પણ એમણે પોતાની રીતે યોજ્યા.

બે જુદાં દેવમંડળો

આખું દેવમંડળ જ લોકવ્રતોમાં સ્વતંત્ર અને સુંદર છે. એ દેવોની દેહમુદ્રા, વાંછના અને શક્તિઓ પણ ભિન્ન છે. સ્કંદપુરાણની શાસ્ત્રોક્ત શીતળા આવી છે: “ગધેડા ઉપર બેઠેલાં નગ્નઃ સાવરણી અને કલશ સહિતઃ સૂપડા વડે શોભતું મસ્તક !' લોકોની શીતળા એક દુઃખિની દેખાતી ડોશી છે. શીતળા સાતમનાં આ બે વ્રતો વચ્ચે અણુમાત્ર પણ મળતાપણું નથી. શાસ્ત્રોક્ત કોકિલા-વ્રતની કોકિલા તો કોઈ દેવી છે, જગન્માતા છે, અંબિકારૂપ છે. દક્ષના યજ્ઞનો નાશ કરનાર પાર્વતીને શાપીને શંકરે પથ્વી પર કોકિલા પંખી સરજાવ્યાં છે. લોકોના કોયલ-વ્રતની કોયલ તે સાચી કોયલ જ છે. એને કોઈ પૂર્વ ઈતિહાસ નથી.નિસર્ગ અને માનવી, બેઉ વચ્ચે કડીરૂપ બનતું આ વ્રત માગે છે શું? કે દરેક વ્રતની એ ચૈત્ર-વૈશાખના પ્રભાતે પ્રભાતે વનઘટાની નીચે જઈને કોયલને ટહુકા પાડવાઃ ટહુકાની સામે કોયલનો ટહુકો મળે તો જ જાય. એમાં રસિકતા છે, કુદરતને ખોળે ખેલન છે, શુષ્ક વૈરાગ્ય નથી, પરજન્મોની વાત નથી, આ જન્મોનો આમોદ છેઃ અને -

કોયલ વેદ ભણે
કે ઘીના દીવા બળે.

સંધ્યાનો ઉત્સવ

એ વ્રતમાં જોડકણું વતમાં મૂકીને કવિતાને વ્રતની બહેન બનાવી આપી છે. જેમ શાસ્ત્રોક્ત મૌનવ્રત છે તેમ લોકવ્રતોમાંયે મુનિવ્રત છે. પહેલામાં બ્રાહ્મણની પૂજા કરવાની વગેરે જટિલ વિધિક્રિયાઓ છે, જ્યારે લોકવ્રતની અબોલા તો હમેશ સંધ્યાકાળે આભના પ્રથમ તારલાને વરતી કાઢે ને ગામના દહેરામાં કાંસાની ઝાલરો ઝણકારાતી સાંભળે એટલે બસ -

અંટ વાગે
ઘંટ વાગે
ઝાલરનો ઝણકાર લાગે