પૃષ્ઠ:Kankavati.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માનવતા જીતે છે

બે-બારશનું વત જ ગામના જળાશયની આબાદી માટે ઊજવાય, લોકસમાજની પ્રાણ-નાડી એની પાર્ટીની સગવડ, ગામનાં નીરનવાણ અખંડિત રાખવાનો ભાર ગામના વેપારી વાણિયાને શિરે જ હોય, ને તળાવ ખોદાવવું એ તો માનવીનું કામ પણ મેહ કાંઈ માનવીના વરસાવ્યાં થોડા વરસતા હતા તે દિવસોમાં ! એ તો વિજ્ઞાને આજે કઈ.)

મેહ તો માનવીથી પર સત્તા, કોઈક દૈવી-આસુરી તત્ત્વને સંતોષવું રહ્યું. પુરોહિતે નાના બાળનો બત્રીશો સૂચવ્યો. તે સાંભળીને ‘વેવારિયા વાણિયાને તો કંપારી વછૂટી..... હૈયું હાલે નહિ'... ચોરની રીતે ભોગ ચડાવ્યો. પણ ત્યાંય માનવતા જીતી. પેટીમાં છોકરાને પૂર્યો. જોડે ઘીનો દીવો અને ખાવાનું પણ મૂકવું. પેટી તળાવમાં દાટી. આભ તૂટી પડ્યો. તળાવ છલકાયું. પેટી તરવા લાગી. દીકરાની મા પિયર હતી. તે પતિના પુણ્ય પાણી છલકર્યું સાંભળી દોડી આવી. પેટી અની પાસે તરતી આવી, પેટીમાં તો એનો બાળ જીવતો રમે છે ! પણ તે દરમ્યાન ઘેરે તો એ ઘોર કૃત્યની શરમે સૌ ઘરમાં પુરાઈને બેઠાં હતાં. એની હંફસ નહોતી; પાણી વરસાવ્યાની કૃતાર્થતા પણ નહોતી. કરેલું કૃત્ય ઘાતકી હતું તેનું ભાન સર્વોપરી બન્યું. “વહુ દીકરી ! અમે તો અમારું કાળું કરી ચૂક્યાં'તાં, પણ તારાં સત તે તળાવ ભરાણું. તારાં સત તે દીકરો જીવ્યો.. વહુને તો વેવારિયો વાણિયો પગે પડ્યો છે." એવી એની સમાપ્તિમાં સૂર છે. શુદ્ધ માનવતાનો.

કણી કણી વહેંચી છે

રખે આપણે આ વાર્તાનું મધ્યબિંદુ ચૂકીએ. દીકરો ચડાવવાથી નવાણ ભરાય એ મધ્યબિંદુ નથી, પણ લોકરક્ષાનો કારમો ધર્મ અદા કરવામાં જે માનવતાનાં મૂલ્ય ચૂકવવાં પડે છે, તેની ભાવના જ મધ્યબિંદુએ છે. અને ભવિષ્યમાં કોઈને આવાં કારમાં મૂલ્ય ચૂકવવાં ન પડે તે માટે થઈને આવા બલિદાનની કણી કણી કરી લાખો સ્ત્રીઓ વચ્ચે ભે-બારશના વ્રતની તપશ્ચર્યારૂપે વહેંચી નાખી છે.

પત્નીની સેવા

‘રાણી રણકાદેની કથામાં ગભરુ અને કમજોર ગ્રામ્ય પતિઓ પોતાની સ્ત્રીને સંયુક્ત કુટુંબ-જીવનની સતાવણીઓમાંથી ઉગારવાની ઉગ્ર કામના કરી, જીવનભર બીજી તો કશી જ પત્નીસેવા એ નહોતો કરી શક્યો, પણ જતાં જતાં સ્ત્રીના વાસીદાનું છાણ ઉપાડીને પાદર સુધી નાખતો ગયો. એ એક જ સેવાકાર્ય એને છાણમાંથી સોનું બની જવા રૂપે ફળ્યું? કે એના કોઈ પુરુષાર્થને જાગ્રત કરનાર આત્મબળ લેખે ફળ્યું ? આપણે નથી જાણતા. લોકકથા ચમત્કારનું શરણ લઈ આકર્ષક બનવા મથે છે, ચમત્કાર વાર્તાની ગતિને જબરો વેગ આપે છે. અથવા સાચા જીવનમાં પણ રંકોનું આકસ્મિક ધનિક બની જવું એ કયાં અસંભવિત છે ? પણ વાર્તાનું હાર્દ તો રહેલું છે તે પતિની લોકસેવાઓમાં. 339 લોકકથા સંચય