પૃષ્ઠ:Kankavati.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુરોગામી પુરાવા

[મંડળ પહેલું : પાંચમી આવૃત્તિ]

લોકવ્રતોના કાલનિર્ણયમાં મદદ કરે તેવા પુરાવા નીચે મુજબ હાથ લાગ્યા છે:

અલિંજર નાગની કથા

વિ. સં. 1405માં જૈન સાધુ શ્રી રાજશેખરસૂરિએ રચેલા 'પ્રબંધકોશ' અથવા 'ચતુર્વિશતિપ્રબંધ'ની મુનિશ્રી જિનવિજયજી સંપાદિત આવૃત્તિની બીજી કથા 'આર્યનંદિલ પ્રબંધ' છે, તે 'કંકાવટી'ની 'નાગપાંચમ'ની કથા સાથે ઘણું સામ્ય ધરાવે છે. મૂળ સંસ્કૃત કથાનો સારાંશ એવો છે કે,

પદ્મિની ખંડપત્તન નામનું નગર છે. ત્યાં પદ્મદત્ત શેઠ રહે છે તેની ભાર્યા પદ્મયશા છે. તેનો દીકરો પદ્મનાભ. વરદત્ત નામના સાર્થવાહની બેટી વૈરોટ્યા તેની વેરે પરણાવેલી છે. વૈરોટ્યાનો પિતા સપરિવાર વિદેશે જતાં રસ્તે વનદાવાનલમાં બળી મૂઓ. વૈરોટ્યાને સૌ નબાપી કહી મેંણાં દે છે. પણ વૈરોટ્યા સાસુના કટુ બોલે સંતાપ પામતી છતાં કોઈને નિંદતી નથી.

પછી વૈરોટ્યાને ગર્ભ રહે છે. એને ખીરના ભાવા (પાયસ = દોહદ) ઉદ્‌ભવે છે. તેની સાસુ પદ્મયશાને ચૈત્રી પૂર્ણિમાના ઉપવાસનું પારણું આવે છે. તે દિવસે યતિઓને વહોરાવવા પાયસ (ખીર) રાંધે છે. પણ સાસુ, વહુને તો કળથીનું જ અન્ન આપે છે. વહુ થાળીમાં પાયસ (ખીર) છાનીમાની લઈ જઈ, વસ્ત્રમાં બાંધી, ઘડામાં નાખી, જલાશય પર જાય છે. ઘડો ઝાડને થડે મૂકીને જ્યારે એ હાથપગ ધોવા ગઈ, ત્યારે પાતાળવાસી અલિંજર નામના નાગની સગર્ભા પત્ની, જેને પણ ક્ષીરાન્નના ભાવા થયા છે તે આવીને વૈરોટ્યાના ઘડામાંથી ક્ષીરાન્ન ખાઈને ચાલી જાય છે.

વૈરોટ્યા પાછી આવીને જુએ છે તો ક્ષીરાન્ન મળે નહિ ! છતાં એ ક્રોધ કરતી નથી, કુવચન બોલતી નથી, પણ આશિષ આપે છે : 'યેનેદં ભક્ષિતં ભક્ષ્યં પૂર્યતાં તન્મનોરથ:' જેણે આ ખાધું હોય તેના મનોરથ પૂરા થજો !

છુપાઈને ઊભેલી અલિંજર-પત્ની નાગણીએ આ શબ્દો સાભળ્યા, અને પાતાળમાં જઈ પોતાના પતિને આ વાત કહી. વૈરોટ્યા પણ પોતાના ઘેર ગઈ. રાત્રિએ વૈરોટ્યાની પડોશણને સ્વપ્નમાં આવીને નાગપત્નીએ કહ્યું, કે આ વૈરોટ્યા મારી પુત્રી છે. એને