પૃષ્ઠ:Kankavati.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાંસારિક ફરજો

ધર્મરાજાનું વ્રત કરવા માનવજીવ છેક ત્યાંથી પાછો આવે છે. એને પાછા જતાં માર્ગમાં મુશ્કેલીઓ ઓળંગવી પડે છે તે પણ સાવ સાદાં સાધનો વડે: વહેતા પાણીમાં મૂકેલા દીવાનું પુણ્ય, જોડાનાં દાન દીધાનું પુણ્ય, ગાયના ફાળિયાં દુપટ્ટા)નાં ને નિસરણીઓનાં દાનનું, ગામના સાંઢને ખીસરના દાડે ઘાસ નીરવાનું. કૂતરાને રોટલા નાખવાનું. આ બધાં પુણ્યો કંઈ પુણ્યો નથી: લોકજીવનનાં સરળ રોજિદાં કર્તવ્યો છે. એટલે કે સંસારી જીવનની સર્વવિધ નાની ફરજોને અદા કર્યા પછી મરનાર માનવીને કોઈ દુર્ગતિ નડે નહિ. એનો પંથ મોકળો છે. બિભીષિકાઓ એને ડરાવી શકતી નથી. ને છેવટે તો ધર્મરાજા ખુદની સત્તા પણ માનવજીવનની કર્તવ્યપરાયણતામાંથી ઉત્પન્ન થયેલ સિદ્ધિની સામે નબળી બને છે: ધર્મરાજાએ જેમને પોતાની વાત સાંભળવાની ના પાડવાના ગુનાસર લોહીપરુના કુંડમાં નાખેલ છે, તેને આ તરેલો માનવજીવ એકલો જ “સોનાની ઝારી ને જળનું ટીપું વાપરી બહાર કાઢે છે. દેવની ‘ના’ નકામી બને છે.

શ્રમજીવીઓની સમસ્યા

લોકજીવન વિશેષ કરીને તો શ્રમજીવન હતું. એની સમસ્યાઓ પણ આજની જે છે તે જ હતી. અતિશ્રમના બોજ લાદનારી જુલમી સમાજ-વૃત્તિઓ સામે આ વ્રતોના પ્રબંધો એક ઈલાજરૂપ, રાહતરૂપ, બલકે બંડરૂપ હતા. એવું બંડ ‘અગતાની વાતમાં નોંધાયું છે. દિવસરાત કાળી મજૂરી ખેંચાવનાર સાસુને મuત કરવા માટે બીજી બધી યુક્તિઓ નિષ્ફળ ગયા પછી વહુઓએ પોતે જ દેવીઓનાં રૂપ લીધાં. સાસુને ત્રાસ પોકરાવી મૂકયો.એટલે વ્રતોની દુનિયા કેટલી નિબંધ, રમતિયાળ, વિનોદપૂર્ણ, અને જરૂર પડતાં તો વિનયહીન પણ બની શકે છે, તેનો આ કથા એક સચોટ ખ્યાલ આપે છે. “અગતાની વાત' : કંકાવટી'.) કામગીરીના દિવસોમાં ગાળે ગાળે અગતા-અણજા ગોઠવનારી સમાજરચના આવાં “અવિનયી' બંડોનું જ પરિણામ હશે ને!

વાર્તાકલાની આવડત

ગાયવ્રતની અને સૂર્યવ્રતની, એ બને ગુજરાતી કથાઓ એની લહેકાદાર ડોલનશૈલીએ કરીને વાતાવરણ સરજાવે છે. એના પ્રત્યેક વાકયે નેનો વિસામો મુકાયો છે. જાણે કે વાત પોતે ચાલતી ચાલતી તાલબંધ પગલાં માંડે છે. વાર્તાના પ્રદેશમાં આ નવતર શૈલી લંબાણને હિસાબે ઘણી સફળ થઈ કહેવાય. ‘કીડીથી કંજર સુધી' સર્વને જમાડીને જમવાનો જીવનધર્મ સમજનાર સૂર્ય આ વાર્તાનું પરમ સુંદર પાત્ર છે. પ્રભાતે રવાના થતાં એ સાકરનું પાણી સુધ્ધાં પીતા નથી, કારણ કે સર્વ જીવજંતુને જમાડી પછી જ જમવાનો એનો નિયમ છે. એની પરીક્ષા પણ મર્મભરી બને છે. પત્ની રન્નાદે એ ડાબલીમાં કીડી પૂરી દીધી - એને ભૂખે મારીને સૂર્યદેવને જૂઠા પાડવા માટે ! ને આપણે