પૃષ્ઠ:Kankavati.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લોકજન્ય સમાજશાસ્ત્ર

ઈન્દુપ્રસાદ ભટ્ટ

વ્રતકથા એ લોકજન્ય જીવનના નિયમોનો વણા હો કન્ય સમાજશાસ્ત્ર હોઈ તેમાંથી લગ્નનાં મંતવ્યો નીકળશે. સામાજિક Oોનો વણાટ જણાશે, સમાજસેવાનાં વ્રતીનાં તપ, પ્રતિભા અને શ્રદ્ધાનાં દર્શન થશે.

આ સમાજશાસ્ત્ર શિષ્ટ તેમ જ લોકોત્તર છે, એ તેની ખાસ વિશેષતા છે. દેવ, ધનિક છે કે સર્વને માટે જે સામાન્ય ધોરણ આ અજ્ઞાત સમાજશાસ્ત્રીએ મૂક્યું છે તેવું બીજું કંઈયે નથી રંક ને રાય સર્વ સત્યના એક ધોરણે જીવનના હકદાર છે, તે આ વ્રતકથાઓનો સંદેશ છે.

આ સમાજશાસ્ત્ર એક વસ્તુ સ્વીકારીને જ આગળ ચાલે છે અને તે જગનિયંતામાં 4 શ્રદ્ધા. જીવનમાં શ્રદ્ધાનાં પૂર વહે છે અને આ પૂર જીવનને સક્રિય બનાવે છે એ જ એઈએ. ક્રિયા વિનાની શ્રદ્ધા આળસ છે, અશક્તિનાં અંધારાં છે, અને પ્રાણવિઘાતક 5 છે જ્યારે સક્રિય શ્રદ્ધા એ શક્તિનો સંચાર કરે છે, પ્રાણને પ્રફુલ્લિત બનાવે છે. આશાના સ્વસ્તિક પૂરે છે. આ વ્રતકથાઓ પણ શ્રદ્ધાપૂર્ણ હોઈ પ્રાણવિકાસક છે.

વ્રતઉજમણાં એ જીવતાજાગતાં પુસ્તકાલયો છે. પ્રતઊજમણાં એ સંયમનિયમના હળવા પદાર્થપાઠો છે, અને વ્રતઊજમણાં જીવનની તૈયારીરૂપ છે.

વ્રતકથા સાંભળનાર અને કહેનાર બંનેનો મહિમા અપ્રતિમ છે. મોક્ષમાર્ગ, જીવન જીવવાના માર્ગ, સામાજિક સમાનતા, આદર અને કદરના માર્ગ આ વ્રતકથામાં અજબ રીતે નજરે પડે છે. જેને સંસારમાં કોઈ હોય નહિ એવી ઘરડી ડોશીને યમરાજાની વાત સાંભળી વિમાન મળે છે, શલ્યા અહલ્યા થઈ જાય છે, અને આ વ્રતકથામાં વ્રત કરવાનું જેને દર્શન થયું છે, તેને બીજા એક માણસને સાથે લઈ વ્રતના ભાગીદાર બનાવવું પડે એવી ઉદારતાભરી સમાજરચના એ લોકોની સંસ્કૃતિનું ઊજળું પાસું છે.

વ્રતકથાની યોજનામાં આમવર્ગ અને ખાસવર્ગ બંનેની ઉત્તમ વ્યવસ્થા છે. સાહિત્યને આમ સર્વભોગ્ય બનાવવાની વ્યવસ્થા સત્યનાં આરાધન અને ઉપાસના સામાજિક બનાવવાની વ્યવસ્થા, અને છેક મોક્ષપદ મેળવવામાં પણ જગતના ચૈતન્યને સાથે લેવાની